હવે તમારી આંગણી અને ચહેરાથી ખુલશે WhatsApp

Date:2019-02-04 16:33:23

Published By:Jay

નવી દિલ્હી-WhatsApp પોતાની સેવાને વધારે સારી બનાવવા માટે એક પછી એક નવાં નવાં ફિચર્સ એડ કરી રહ્યું છે. તાજેતરમાં જ કંપનીએ સિંગલ સ્ટિકર ડાઉનલોડનું ફિચર ઉમેર્યું હતું. હવે WhatsAppની એપમાં ઓથેન્ટિકેશન ફિચર (Unlock) રજૂ કરવામાં આવ્યું છે, આ ફિચરથી તમે તમારી ચેટને વધારે સુરક્ષિત કરી શકો છો.

આ નવા ફિચરનો ફાયદો એ થશે કે WhatsApp તમારો ચેહરો જોઈને કે પછી તમારી ફિંગર પ્રિન્ટથી ચાલુ થઈ જશે. WABetalnfoના ટ્વિટના જણાવ્યા પ્રમાણે કંપનીએ આ અપડેટને Beta 2.19.20.19 માટે ઉપલબ્ધ કરાવ્યું છે.

નોંધનીય છે કે નવું અનલોક ફિચર ફક્ત iOS માટે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં iPhone યૂઝર્સના વોટ્સએપમાં Fingerprint lock એડ થઈ જશે. એટલે કે આઈફોન યૂઝર્સ હવે WhatsAppને પોતાની આંગળીની નિશાનીથી ખોલી શકશે.

WABetaInfoના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે WhatsApp ફેસ આઈડી અને ટચ આઈડી બંનેને નવી એપમાં ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે. WhatsAppની પ્રાઇવસી સેટિંગમાં બહું ઝડપથી Require TouchID નામનું એક નવું ઓપ્શન હશે.

જો તમારી પાસે iPhone X અથવા તેનાથી લેટેસ્ટ ફોન છે તો તમને તેમાં Face ID ઓપ્શન પણ દેખાશે. આ ઓપ્શન iPhoneX, iPhone XS, iPhone XS Max અને iPhone XRમાં જોવા મળશે.

Cricket Score

WhatsApp Registraltion

Close