Date:2019-02-05 10:06:57
Published By:Jay
નવી દિલ્હીઃ બેન્કો સાથે
કરોડો રૂપિયાની છેતરપિંડી કરી ભાગી ગયેલા લિકર કિંગ વિજય માલ્યાને ભારત લાવવાની શક્યતા વધી ગઈ છે.
યુકે સરકાર તરફથી માલ્યાને મોટો ફટકો પડ્યો છે. યુકેના હોમ સેક્રેટરી સાજીદ જાવેદે
સોમવારે માલ્યાના પ્રત્યાર્પણના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે. યુકેના આ પગલાને
ભારતના કૂટનીતિક વિજય તરીકે જોવામાં આવે છે. હોમ ઓફિસ તરફથી કહેવાયું છે કે વિજય
માલ્યા ઔપચારિકરૂપે હજી અપીલ કરી શકે છે. પ્રત્યાર્પણના વિરોધમાં અપીલ કરવા માટે
માલ્યા પાસે 14 દિવસનો સમય છે.
ભારતીય વિદેશ મંત્રાલયે યુકે
સરકારના નિર્ણયનું સ્વાગત કર્યું છે. મંત્રાલયના એક નિવેદનમાં કહ્યું અમને
માલ્યાના ભારત પ્રત્યાર્પણના આદેશ પર યુકે હોમ સેક્રેટરી દ્વારા હસ્તાક્ષર કરવાની
માહિતી મળી છે. અમે યુકે સરકારના નિર્ણયને આવકારીએ છીએ. સાથે અમે તેના પ્રત્યાર્પણ
માટે કાયદાકીય પ્રક્રિયા વહેલી તકે પૂરી થવાની રાહ જોઈ રહ્યા છીએ.