અમેરિકાના વિદેશ વિભાગે કહ્યું, જે 130 વિદ્યાર્થીઓની ધરપકડ થઈ છે તેમને ગુનાની જાણ હતી

Date:2019-02-05 11:09:21

Published By:Jay

વોશિંગ્ટન: નવી દિલ્હીમાં આવેલા અમેરિકન દૂતાવાસે કહ્યું કે, નકલી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ધરપકડ કરાયેલા 129 ભારતીયો સહિત 130 વિદ્યાર્થીઓને ખબર હતી કે તેઓ ગુનો કરી રહ્યાં છે. આ 130 વિદ્યાર્થીઓની ગયા અઠવાડિયે જ ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ પર આરોપ છે કે, તેમણે અમેરિકામાં રહેવા માટે એક ફેક યુનિવર્સિટીમાં એડમિશન લીધું હતું. આ કૌંભાડને પકડવા માટે જ અમેરિકન ગૃહ વિભાગે ફારમિંગટન યુનિવર્સિટી નામની એક ફેક યુનિવર્સિટી બનાવી હતી.

વિદેશ વિભાગના પ્રવક્તાએ કહ્યું કે, દરેક વિદ્યાર્થીને એ સારી રીતે ખબર હતી ફારમિંગટન યુનિવર્સિટીમાં કોઈ ભણાવવાનું પણ નથી અને કોઈ ક્લાસ પણ થવાના નથી. એટલું જ નહીં વિદ્યાર્થીઓને એ પણ ખબર હતી કે અહીં ઓનલાઈન ભણાવવાની પણ કોઈ વ્યવસ્થા નથી. વિદ્યાર્થીઓએ જાણી જોઈને અમેરિકામાં રહેવા માટે આ ગુનો કર્યો છે. 

 

શનિવારે ભારત સરકારે અમેરિકન દૂતાવાસને વિદ્યાર્થીઓની ધરપકડ મામલે એક વાંધાજનક પત્ર લખ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓને તુરંત કાઉન્સેલર એક્સેસ આપવાની વાત કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તેમની સમગ્ર ઘટના ઉપર નજર છે.

 

આ કૌભાંડ સાથે જોડાયેલા અન્ય 8 લોકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ આઠ લોકો ભારતીય અથવા ભારતીય અમેરિકન નાગરિક હોઈ શકે છે. ફેક યુનિવર્સિટીના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે, અહીં ટ્યૂશન ફી ઓછી છે અને પહેલાં એડમિશન લેનાર અંદાજે 600 વિદ્યાર્થીઓને વર્ક પરમિટ આપવામાં આવશે. આ યુનિવર્સિટીમાં મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓએ એડમિશન લીધું હતું.

 

બીજી બાજુ અમેરિકામાં ભારતીય દૂતાવાસ સમાજના આગેવાનોએ વિદ્યાર્થીઓની મદદ કરવાના દરકે પ્રકારના પ્રયત્ન કરી રહ્યાં છે. તે માટે કાયદાની મદદ પણ લેવામાં આવી છે. ભારતીય અમેરિકન અને મીડિયા સંસ્થાઓ પણ સરકારે આ રીતે વિદ્યાર્થીઓની ધરપકડ કરી હોવાથી તેમની સામે સવાલ ઉભા કરી રહ્યાં છે. લોકો આને વિદ્યાર્થીઓને ફસાવનાર અને ગેરકાયદેસર કામ ગણાવી રહ્યાં છે.

 

ઈમિગ્રેશન કૌભાંડની જાણ મેળવવા માટે અમેરિકન ગૃહ વિભાગે ડેટ્રોઈટના ફારમિંગટન હિલ્સમાં એક ફેક યુનિવર્સિટી બનાવી છે. ઓફિસર્સે તેમાં ટૂ સ્ટે સ્કીમ કરાર કર્યો હતો. વિદેશી વિદ્યાર્થીઓએ ફેક યુનિવર્સિટીમાં તે માટે એડ્મિશન કરાવ્યું હતું જેથી તેઓ ખોટી રીતે સ્ટુડન્ટ વિઝા મેળવી શકે. 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close