ક્રિપ્ટોકરન્સી ફર્મના સીઈઓનું મોત થતાં રોકાણકારોના રૂ. 974 કરોડ ફસાયા

Date:2019-02-06 11:33:40

Published By:Jay

ટોરેન્ટો: કેનેડાની ક્રિપ્ટોકરન્સી ફર્મ ક્વાડ્રિગાના ફાઉન્ડર અને સીઈઓ ગેરાલ્ડ કોટેનનું મોત થવાના કારણે રોકાણકારોના રૂ. 974 કરોડની કિંમતની ક્રિપ્ટોકરન્સી ફ્રિજ થઈ ગઈ છે. આ કરન્સીને અનલોક કરવાનો પાસવર્ડ માત્ર કોટેન પાસે હતો. કોટેનનું ડિસેમ્બરમાં મોત થયું હતું. ગયા સપ્તાહમાં ક્વાડ્રિગાએ કેનેડાની કોર્ટમાં ક્રિડેટ પ્રોટેક્શનની અરજી દાખલ કરી તો ક્રિપ્ટોકરન્સી લોક હોવાની માહિતી સામે આવી છે.

ક્વાડ્રિગા દ્વારા બિટકોઈન, લાઈટકોઈન અને ઈથ્રીરિયમ કોઈન જેવી ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરી શકાય છે. તેના લોક થવાના કારણે 1.15 લાખ યુઝર્સને અસર થઈ છે. કંપનીના 3.63 લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે. કોટેનની પત્ની જેનિફર રોબર્ટસને કોર્ટમાં જે એફિડેવિટ દાખલ કરી છે તેમાં આ માહિતી આપી છે. 

 

જેનિફરે કહ્યું છે કે, કોટેનના મેન કોમ્પ્યૂટરમાં ક્રિપ્ટોકરન્સીનું કોલ્ડ વોલેટ છે જેને માત્ર ફિઝિકલ એક્સેસ કરી શકાય છે. તેનો પાસવર્ડ માત્ર કોટેન જાણે છે. પરંતુ તેમના મોત પછી કોલ્ડ વોલેટમાં ક્રિપ્ટોકરન્સી ફસાઈ ગઈ છે. 

 

જેનિફરે જણાવ્યું કે, તે કોટેનના બિઝનેસમાં સામેલ નહોતી. તેથી તેને પાસવર્ડ અને રિકવરી વિશે કોઈ માહિતી નથી. જેનિફરનું કહેવું છે કે, ઘરમાં પણ ઘણું શોધ્યા પછી ક્યાંય પાસવર્ડ લખેલો મળ્યો નથી. એક્સપર્ટ સાથે પણ વાત કરી પરંતુ કોટેનના બીજા કોમ્પ્યૂટરમાંથી અમુક કોઈન રિકવર થઈ શક્યા છે. એક્સપર્ટ પણ મુખ્ય કોમ્પ્યૂટર એક્સેસ કરી શક્યા નથી. 

 

ક્રોનિકની બીમારીના કારણે ડિસેમ્બરમાં કોટેનનું મોત થયું છે. તે સમયે તેઓ ભારતની મુલાકાતે હતા. કોટેન ભારતમાં અનાથ બાળકો માટે કામ કરતાં હતા. 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close