તમિલનાડુ વિધાનસભામાં સ્વીપરની 14 જગ્યાઓ માટે 4600 અરજીઓ આવી

Date:2019-02-06 11:57:14

Published By:Jay

ચેન્નાઈઃ તમિલનાડુ વિધાનસભામાં સ્વીપર અને સેનેટરી વર્કરની 14 જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ હતી. જેના માટે એન્જિનયરો અને એમબીએ સહિત 4600 ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉપરાંત ઘણા ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા લોકોએ પણ આ જગ્યાઓ માટે અરજી કરી છે.

26 સપ્ટેમ્બરે વિધાનસભા સચિવાલયે આ જગ્યાઓની પૂર્તિ માટે અરજીઓ મંગાવી હતી, ઉમેદવારોની પસંદગી માટે ફક્ત શારિરીક સક્ષમતાને જ ધ્યાનમાં રખાઈ હતી. આ ઉપરાંત અરજદારની ઉમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ. જોકે તેનાથી વધુ ઉમર વિશે કંઈ જણાવવામાં આવ્યુ નથી. 

સચિવાલયને કુલ 4607 અરજીઓ મળી છે. આ અરજીઓ પૈકી 3930 અરજદારોને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા છે. જેમાંથી 677 અરજીઓને ફગાવી દેવામાં આવી છે. આ 14 જગ્યાઓમાંથી 4 જનરલ કેટેગરી માટે, 4 ઓબીસી, ત્રણ અતિપછાત વર્ગ માટે, 2 એસસી માટે અને એક એસટી વર્ગ માટે ફાળવવામાં આવી છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close