એપલ 2 મહિના બાદ ફરીથી વિશ્વની સૌથી મોટી કંપની બની

Date:2019-02-06 12:41:28

Published By:Jay

સાન ફ્રાન્સિકો- એપલ એક વાર ફરી વિશ્વની સૌથી વધુ માર્કેટ કેપ વાળી કંપની બની છે. મંગળવારે એપલે માઈક્રોસોફટને પાછળ પાડી દીધી છે. એપલનું વેલ્યુએશન 58.29 લાખ કરોડ રૂપિયા(82,100 કરોડ ડોલર) થયું છે. માઈક્રોસોફટની માર્કેટ કેપ 58.14 લાખ કરોડ રૂપિયા (81,900 કરોડ ડોલર) છે. 57.93 લાખ કરોડ રૂપિયા (81,600 કરોડ ડોલર)ની સાથે એમેઝોન ત્રીજા નંબર પર છે.

 

એપલનો શેર મંગળવારે 1.71 ટકા ફાયદામાં રહ્યો છે. છેલ્લા 5 ટ્રેડિંગ સેશનથી તેમાં તેજી જોવા મળી રહી હતી. આ કારણે કંપનીની માર્કેટ કેપમાં વધારો થયો છે.

 

નવેમ્બરમાં એપલને પાછળ છોડીને માઈક્રોસોફટ સૌથી વધુ વેલ્યુવળી કંપની બની હતી. 16 વર્ષ પછી એવું થયું હતું. જોકે જાન્યુઆરીમાં એમેઝોને માઈક્રોસોફટને પાછળ પાડી દીધી હતી. છેલ્લા થોડા દિવસોથી માઈક્રોસોફટ ફરીથી નંબર-1 પર આવી ગઈ હતી.

 

ઓગસ્ટ 2018માં એપલની માર્કેટ કેપ એક ટ્રિલિયન ડોલર (68 લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ  હતી. જોકે આઈફોનનું વેચાણ ઘટવાને કારણે તેને નુકસાન થયું હતું. આ કારણે એપલના શેરમાં ઘટાડો આવ્યો હતો અને કંપનીની માર્કેટ કેપ માઈક્રોસોફટ અને એમેઝોનની સરખામણીમાં ઘટી હતી.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close