પાકિસ્તાનના સિંધમાં રાધા-કૃષ્ણ મંદિરમાં તોડફોડ

Date:2019-02-06 15:08:51

Published By:Jay

પાકિસ્તાન-પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં આવેલા રાધા-કૃષ્ણના મંદિરમાં અસામાજીક તત્વોએ તોડફોડ મચાવી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. સમાચાર સંસ્થા ANIના અહેવાલ મુજબ, રવિવારે રાત્રે સિંધ પ્રાંતના ખૈરપુર જિલ્લાના કુમ્બ ગામમાં આવેલા શ્યામ સુંદર સેવા મંડળી સંચાલિત મંદિરમાં તોડફોડ મચાવી અને ધાર્મિક પુસ્તકો સળગાવાયા હતા.

આ ઘટનાની ગંભીર નોંધ લેતા વડા પ્રધાન ઇમરાન ખાને તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ઇમરાન ખાને સિંધ ગવર્નમેન્ટને તાત્કાલિક અસરથી કાર્યવાહી કરીને કસૂરવારોને ઝડપી લેવા આદેશ આપ્યો હતો. પ્રાપ્ત અહેવાલ મુજબ ઇમરાન ખાને જણાવ્યું હતું કે આ કુરાનની વિરુદ્ધ છે.

આ ઘટનાની વિગત એવી છે કે અજાણી વ્યક્તિઓ સાંજે છ વાગ્યાના સુમારે મંદિરમાં પ્રવેશી હતી. તેમણે મંદિરમાં તોડફોડ કરી અને રાધા-કૃષ્ણની મૂર્તિ પાસે ભગવત ગીતા, ગુરૂ ગ્રંથ સાહિબને આગ ચાંપી હતી.

સ્થાનિક હિંદુ સમાજના લોકોએ આ ઘટનાના પગલે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. સ્થાનિકોના મતે મંદિર સુરક્ષિત સ્થળે હોવાથી તેમાં ચોવીસ કલાક મંદિરની ચોકી કરવા કોઈ વ્યક્તિ રાખેલી નહોતી. સમા ટીવીના અહેવાલ મુજબ, સ્થાનિકોએ આ ઘટના બાદ વિરોધ પ્રદર્શનો કર્યા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close