વડોદરા:કાર્યક્રમ દરમિયાન ટોળાએ કર્યો પથ્થરમારો...ભાગી છુટ્યા સૌરભ પટેલ..ડેપ્યુટી મેયર સુનીતા શુક્લાને પહોચી ઈજા..

Date:2015-04-28 10:23:10

Published By:Aarti zala

કાર્યક્રમ દરમ્યાન થયેલાં પથ્થરમારામાં ડેપ્યુટી મેયર સુનિતા શુક્લને માથામાં ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા.પથ્થરમારા અને તોડફોડની ઘટનાને કારણે ખાતમુહુર્તનો કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો.

સોમવારે સાંજે ૫ કલાકે મુખ્યમંત્રી ગૃહ યોજનાના નક્કી કરાયેલા સ્થળે રાજ્યના નાણાંમંત્રી સૌરભ પટેલના હસ્તે ખાતમુહુર્તનો કાર્યક્રમ રખાયો હતો.જે માટે સ્થળ પર મંડપ બાંધી ખુરશીઓ ગોઠવવામાં આવી હતી.

ખાતમુહુર્ત માટે નાણાંમંત્રી સૌરભ પટેલની કાર્યક્રમ સ્થળે આગમન થતાં જ અચાનક ધસી આવેલા ટોળાંએ આ સ્થળે મુખ્યમંત્રી ગૃહ યોજનાનો વિરોધ કરી હોબાળો મચાવી દીધો હતો. ત્યારબાદ પુરુષો અને મહિલાઓના રોષ રોષે ભરાયેલા ટોળાંએ મંડપની તોડફોડ કરવા માંડી હતી.

 પથ્થરમારાની ઘટનાને કારણે  તંગદીલી વ્યાપી ગઇ હતી. ગોત્રીમાં આયોજિત મુખ્યમંત્રી ગૃહ યોજનાના ખાતમુહુર્ત કાર્યક્રમ વેળા બનેલો બનાવ રાજકીય કે ભાજપની આંતરિક જૂથબંધીને કારણે બન્યો હોવાની ચર્ચા સાંભળવા મળી છે.પથ્થરમારો તેમજ તોડફોડની  ઘટના રાજકીય ઇશારે થઇ હોવાનું પણ ચર્ચાઇ રહ્યું છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close