માયાવતીને સુપ્રીમ કોર્ટનો ઝટકો, CJIએ કહ્યું- હાથી અને પોતાની મૂર્તિ પર ખર્ચ થયેલાં પૈસા પરત કરો

Date:2019-02-08 14:23:52

Published By:Jay

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બસપા પ્રમુખ માયાવતીએ પોતાની અને હાથીની પ્રતિમાઓ પર ખર્ચ કરાયેલા જનતાનાં પૈસા પરત કરવા પડશે. સુપ્રીમ કોર્ટે એક પિટીશન પર સુનાવણી કરતા આ ટીકા કરી છે. લખનઉ અને નોઈડામાં માયાવતી અને તેમની પાર્ટીનાં ચિન્હ હાથીની પ્રતિમાઓ બનાવાઈ હતી. એક વકીલે તેની સામે અરજી કરી છે. અરજીમાં નેતાઓ દ્વારા તેમની પાર્ટીનાં ચિન્હ અને પ્રતિમા પર જનતાનાં પૈસા ખર્ચ ન કરવાનું સૂચન કરાયુ છે. 


ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની બેંચે કહ્યું કે, હાલ અમારો એ જ અસ્થાયી મત છે કે આ પ્રતિમાઓ પાછળ ખર્ચ કરાયેલી રકમ માયાવતીએ સરકારી ભંડોળમાં જમા કરાવવી પડશે. આ અંગેની વિસ્તૃત સુનાવણી 2જી એપ્રિલે કરવામાં આવશે. 

 

2007થી 2011ની વચ્ચે ઉત્તરપ્રદેશનાં પૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ લખનઉ અને નોઈડામાં બે પાર્ક બનાવડાવ્યા હતા. આ બગીચાઓમાં  માયાવતીએ તેમના સંવિધાનનાં સ્થાપક ભીમરાવ આંબેડકર, બસપાનાં સ્થાપક કાશીરામ અને પાર્ટીનાં ચિન્હ હાથીની પ્રતિમાઓ બનાવડાવી હતી. 

 

આ પ્રતિમાઓ બનાવવાની પાછળ 1400 કરોડથી પણ વધુ ખર્ચ કરાયા હતા હાથીની પત્થરની 30 પ્રતિમાઓ અને કાંસાની 22 પ્રતિમાઓ લગાડવામાં આવી હતી. જેની પર 685 કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો હતો. EDએ આ અંગે સરકારી ભંડોળને 111 કરોડ રૂપિયાનું નુકસાન થવાની ફરિયાદ દાખલ કરી છે.  

 

Cricket Score

WhatsApp Registraltion

Close