ઉરીમાં આર્મી કેમ્પ પાસે શકમંદો જોવા મળ્યાં, ફાયરિંગ પછી સર્ચ ઓપરશેન શરૂ

Date:2019-02-11 10:13:05

Published By:Jay

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના ઉરી સ્થિત આર્મી કેમ્પ પાસે સંદિગ્ધ પ્રવૃતિઓ જોવા મળી હતી. અહીં લાઈન ઓફ કંટ્રોલની પાસે આવેલાં મોહરા કેંપમાં કેટલાંક સંદિગ્ધ જોવા મળ્યાં હતા. પોલીસનું કહેવું છે કે સોમવારે સવારે આર્મી યુનિટે કેટલાંક સંદિગ્ધોને જોયાં, જે બાદ સુરક્ષાદળોએ ઓપન ફાયરિંગ કર્યું. સંદિગ્ધ પ્રવૃતિઓને જોતા વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે.

પોલીસનું માનવામાં આવે તો બે લોકો જોવા મળ્યાં હતા. આ સવારે લગભગ 3 વાગ્યાની ઘટના છે. પોલીસનું કહેવું છે કે ફાયરિંગને કારણે કેટલાંક લોકોને ઈજા થઈ હોય શકે છે, પરંતુ હજુ સુધી કોઈ ડેડબોડી મળી નથી. પોલીસે હજુ સુધી કોઈ જ હુમલાની પુષ્ટિ કરી નથી.

Cricket Score

WhatsApp Registraltion

Close