નીતિન ગડકરીનું વિવાદાસ્પદ નિવેદન,મારા ક્ષેત્રમાં કોઈએ જાતિવાદની વાત કરી તો તેની ધોલાઈ થશે

Date:2019-02-11 11:41:58

Published By:Jay

પુણેઃ કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે જો તેમને ક્ષેત્રમાં કોઈ જાતિવાદની વાત કરે તો તેની ધોલાઈ થઈ જશે. પુણેમાં એક કાર્યક્રમ દરમિયાન તેઓએ નિવેદન આપ્યું. ગડકરીએ કહ્યું કે મેં કાર્યકર્તાઓને ચેતવણી પણ આપી છે કે જો કોઈ જાતિ અંગે વાત કરશે તો હું તેને માર મારીશ.

પિંપરી ચિંચવાડ વિસ્તારમાં પુનરોત્થાન સમરસતા ગુરુકુલમના કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું કે સમાજને આર્થિક અને સામાજિક સમાનતાના આધારે સાથ લાવવા જોઈએ. જેમાં જાતિવાદ અને સાંપ્રદાયકિતાની કોઈ જગ્યા ન હોવી જોઈએ. 

 

ગડકરીએ કહ્યું, "અમે જાતિવાદમાં વિશ્વાસ નથી કરતા. મને નથી ખબર કે  તમારે ત્યાં શું છે, પરંતુ અમારા પાંચ જિલ્લામાં જાતિવાદની કોઈ જગ્યા નથી કેમકે મેં દરેકને ચેતવણી આપી છે કે જો કોઈ જાતિની વાત કરશે તો હું તેને માર મારીશ."

 

ગડકરી હાલમાં જ પોતાના કેટલાંક નિવેદનોને કારણે ચર્ચામાં રહ્યું છે. ગત મહિને મુંબઈમાં એક કાર્યક્રમમાં વાયદાઓ પૂર્ણ ન કરનાર નેતાઓ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે લોકોને સુવર્ણ સપનાં દેખાડનાર નેતાઓ પસંદ હોય છે પરંતુ જ્યારે સપનાં પૂરાં નથી થતાં તો જનતાએ તેમની ધોલાઈ પણ કરે છે. તેમના આ નિવેદન થકી વિપક્ષે વડાપ્રધાન મોદી પર જોરદાર નિશાન સાધ્યું હતું. 

 

જે બાદ એક કાર્યક્રમમાં ગડકરીએ કહ્યું હતું કે ભાજપ કાર્યકર્તાઓ પહેલાં પોતાની ઘરની જવાબદારીઓ ઉપાડવી જોઈએ કેમકે જે આવું નથી કરતાં તે દેશનું ધ્યાન નથી રાખી શકતા.

 

જે બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસ નેતાઓએ ભાજપના શીર્ષ નેતૃત્વ પર નિસાન સાધ્યું હતું. કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ થોડાં દિવસ પહેલાં કહ્યું હતું કે, "ગડકરી મુજબ વાયદાં પૂરાં નહીં કરનાર નેતાઓને જનતા મારે છે, તે સમયે તેમના ટાર્ગેટ પર મોદી અને તેમની નજર PMની ખુરસી પર હતી."

 

Cricket Score

WhatsApp Registraltion

Close