જિગ્નેશ મેવાણીને આમંત્રણ આપતા કોલેજને પોતાનો વાર્ષિકોત્સવ રદ કરવો પડ્યો

Date:2019-02-11 12:41:51

Published By:Jay

ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોઈ પણ કાર્યક્રમમાં હાજરી આપવાનુ આમંત્રણ આપતા પહેલા વિચાર કરી લેજો કારણ કે, જિગ્નેશ મેવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવતા કોલેજને પોતાનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ પડી હતી. આ મામલે મળતી માહિતી અનુસાર વાત કરવામાં આવે તો અમદાવાદની H. K આર્ટસ કોલેજમાં 11 ફેબ્રુઆરીના રોજ એક વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામના અપક્ષના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાના કારણે તેને મુખ્ય મહેમાન તરીકે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સીપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું હતું. જિગ્નેશ મેવાણીને આમંત્રણ આપતા કોલેજમાં એટલો વિરોધ થયો કે, ટ્રસ્ટીઓને કોલેજનો વાર્ષિકોત્સવ રદ કરવાની ફરજ પડી હતી.

કાર્યક્રમ રદ કરવાનું કારણ એ હતું કે, કોલેજના તમામ વિદ્યાર્થીઓ, પ્રોફેસરો અને ટ્રસ્ટીગણ જિગ્નેશ મેવાણીથી નારાજ હતા. આ સમગ્ર ઘટના ક્રમની વાત કરવામાં આવે તો અમદાવાદની H. K. આર્ટસ કોલેજમાં 11 ફેબ્રુઆરી સોમવારના રોજ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલે કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને કોઈને પણ પૂછ્યા વગર આમંત્રણ આપી દીધું હતું. આ કારણે કોલેજના ટ્રસ્ટીઓ, વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોમાં વિરોધના સૂર ઉઠ્યા હતા.

જેમ જેમ આ વાતની વિદ્યાર્થીઓને જાણ થઈ તેમ વિદ્યાર્થીઓ આકરા પાણીએ થયા હતા અને વિદ્યાર્થીઓના લીડરે ચીમકી ઉચ્ચારી હતી કે, જો જિગ્નેશ મેવાણી આ કોલેજમાં આવશે તો કાર્યક્રમ હોલની લાઈટો બંધ કરી દેવામાં આવશે અને કોઈ પણ વિદ્યાર્થી હોલમાં પ્રવેશ કરશે નહીં. ઇન્ચાર્જ પ્રિન્સિપાલે કોઈને પૂછ્યા વગર ભરેલા પગલા કારણે કોલેજના ટ્રસ્ટીઓ પ્રિન્સીપાલથી નારાજ હતા. કારણકે વિદ્યાર્થીઓ દ્વારા જિગ્નેશ મેવાણીના વિરોધમાં કોલેજમાં કોઈ પણ પ્રકારની તોડફોડ કરવામાં આવેતો નુકસાનની ભરપાઈ કોલેજને કરવી પડે.

સૂત્રો પાસેથી એક માહિતી એવી પણ જાણવા મળી છે કે, કોલેજના પ્રિન્સીપાલે જિગ્નેશ મેવાણીને કોલેજમાં મુખ્ય મહેમાન તરીકે બોલાવવા માટે પ્રોફેસરોની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં 19માંથી 17 પ્રોફેસરોએ જિગ્નેશ મેવાણીને બોલાવવા મામલે વિરોધ કર્યો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close