અમેરિકાથી ચાર ચિનુક હેલિકોપ્ટર મુંદ્રા પોર્ટ પર ઊતર્યાં

Date:2019-02-11 12:58:25

Published By:Jay

મુંદ્રા-ભારતીય વાયુદળની શક્તિમાં વધારો કરવા માટે ભારત સરકારે અમેરીકા સાથે કરેલા કરારના પગલે CH-47 ચિનુક હેલિકોપ્ટરની પ્રથમ બેંચ મુંદ્રા પોર્ટ ખાતે આવી ગઈ છે. ભારત સરકારે ૧૫-ચિનુક અને ૨૨ અપાચે હેલિકોપ્ટરના ખરીદીના સપ્ટેમ્બર-૨૦૧૫માં અમેરીકા સાથે કરાર કર્યા હતા. જેના પગલે મુંદ્રા પોર્ટ ખાતે ૪ ચિનુક હેલિકોપ્ટરની ડિલેવરી કરવામાં આવી છે. મુંદ્રા પોર્ટ પર જ આ હેલિકોપ્ટરનું એસેમ્બલીંગ કરાશે. ત્યારબાદ આ હેલિકોપ્ટર ઉડાન ભરીને ચંદીગઢ એરબેઝ પર પહોંચશે. 

 

ઉલ્લેખનીય છે કે અમેરિકાની સ્પેશિયલ ફોર્સે આ હેલિકોપ્ટરનો ઉપયોગ અનેક રસપ્રદ મિશનમાં કર્યો છે. ટેન્ક સુધ્ધાં ઉંચકીને લઈ શકતું હેલિકોપ્ટર પાકિસ્તાનમાં છુપાયેલા ઓસામા બિન લાદેનનો ખાત્મો બોલાવવાના ઓપરેશનમાં પણ ઉપયોગમાં લેવાયું હતું. અમેરિકાની સ્પેશિયલ ફોર્સિસ જ્યારે લાદેનનો ખાત્મો બોલાવવા પાકિસ્તાનમાં લાદેનના રહેઠાણ નજીક ઉતરી હતી ત્યારે તેમને અહીં ઉતારવા માટે ચિનુક હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હેલિકોપ્ટર હવે ભારતીય હવાઈ દળમાં સામેલ કરવામાં આવ્યું છે.

 

ભારતીય વાયુદળની શક્તિમાં વધારો કરતા CH-47 ચિનુક હેલિકોપ્ટરની પ્રથમ બેચની મુંદરા પોર્ટ પર ડિલિવરી થઈ છે. પ્રથમ બેચ અંતર્ગત 4 હેલિકોપ્ટર મુંદરા લવાયાં છે. સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ચિનુક હેલિકોપ્ટરનું મુંદરામાં જ એસેમ્બલિંગ કરાશે. બાદમાં અહીંથી તે ઉડાન ભરી ચંદીગઢ એરબેઝ લઈ જવાશે. ચિનુક હેલિકોપ્ટરની જેમ જ ટૂંક સમયમાં અપાચેહેલિકોપ્ટરની પણ ડિલિવરી થશે. ભારતે સપ્ટેમ્બર 2015માં 22 અપાચે હેલિકોપ્ટર અને 15 ચિનુક ચોપર્સ ખરીદવા અમેરિકા સાથે કરાર કર્યા હતા. ચિનુક હેલિકોપ્ટરનું ઉત્પાદન અમેરિકાની બોઈંગ કંપની કરે છે. ભારતે બોઈંગ સાથે ચિનુકની ખરીદી માટે સીધો કરાર કર્યો હતો. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close