લખનઉ: પ્રિયંકા-રાહુલનો રોડ શો, ચોકીદાર ચોર છેના નારાઓ લાગ્યાં

Date:2019-02-11 15:13:50

Published By:Jay

લખનઉ: કોંગ્રેસ મહાસચિવ બન્યાં બાદ પ્રિયંકા ગાંધી વાડ્રા સોમવારે પહેલી વખત 4 દિવસની મુલાકાતે લખનઉ પહોંચ્યા. અહીં એરપોર્ટ પર ઉતરતાંની સાથે જ તેમનો રોડ શો શરૂ થઈ ગયો. પ્રિયંકાની સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પશ્ચિમી ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા પણ ઉપસ્થિત છે. 50 વર્ષમાં પહેલી વખત ગાંધી પરિવારનો કોઈ સભ્ય પાર્ટી મુખ્યાલયમાં 4 દિવસ પસાર કરશે. આ પહેલાં 70ના દશકામાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને ફિરોઝ ગાંધી રોજ અહીં આવતા હતા. ત્યારે ઈન્દિરા અને ફિરોઝ લા-પ્લાસ કોલોનીમાં રહેતા હતા.

 

રોડ શો દરમિયાન રાહુલના હાથમાં રાફેલનું ડમી જોવા મળ્યું. તે જોઈને ઉપસ્થિત કાર્યકર્તાઓએ ચોકીદાર ચોર છેના નારા લગાવ્યાં. આ દરમિયાન કેટલાંક કાર્યકર્તાઓએ પોતાના શરીર પર ચોકીદાર ચોર છે પણ લખાવ્યું.

Cricket Score

WhatsApp Registraltion

Close