મેવાણી વિવાદ મુદ્દે હેમંતકુમારનું H.K. આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પદેથી રાજીનામું

Date:2019-02-11 15:23:10

Published By:Jay

અમદાવાદઃ શહેરની પ્રતિષ્ઠીત H K આર્ટ્સ કોલેજના વાર્ષિકોત્સવમાં જિજ્ઞેશ મેવાણીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપતાં વિવાદ આચાર્યના રાજીનામાં સુધી પહોંચ્યો છે. HKના આચાર્ય હેમંતકુમાર શાહે પત્ર લખી જિજ્ઞેશ મેવાણીનો કાર્યક્રમ રદ કરવાના મુદ્દે ટ્રસ્ટના મંત્રીને રાજીનામું આપ્યું છે. તેમણે રાજીનામામાં જિજ્ઞેશના કાર્યક્રમને લઈ થયેલા તમામ વિવાદ વિશે વિગતે લખ્યું છે .

શાહે પત્રકમાં કહ્યું કે હું સંસ્થાના પૂર્વ વિદ્યાથી અને પદ્મશ્રી બાલકૃષ્ણ દોશી, પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત રઘુવર ચૌધરીના આગ્રહથી આચાર્ય બન્યો હતો. પરંતુ હાલમાં તો તમામ સ્વત્રંતાઓ હણાઈ ગઈ તેવું જણાય છે. જિજ્ઞેશના કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય બંધારણનું ગળું દબાવવા જેટલું ક્રુર છે. હું દ્રઢ પણે માનું છું કે વિદ્યાર્થી નેતાઓની ધમકીથી જ આપે હોલમાં કાર્યક્રમ ન કરવા માટે કહ્યું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close