આગામી વર્લ્ડકપમાં ધોની ભારત માટે મહત્વની ભુમિકામાં રહેશેઃ પ્રસાદ

Date:2019-02-12 11:12:58

Published By:Jay

આગામી સમયમાં આવી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપને લઈને હવે ક્રિકેટ કંન્ટ્રોલ બોર્ડ ખેલાડીઓની પસંદગીની પ્રક્રિયા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ત્યારે પસંદગી સમિતિના પ્રમુખ એમએસકે પ્રસાદનું માનવુ છે કે, વિકેટ કિપિંગ અને બેટિંગ બાબતે મહેન્દ્રસિંહ ધોનીનું હાલનું પર્ફોર્મન્સ અને તેનો અનુભાવ જોતાં આગામી સમયમાં ઈગ્લેન્ડમાં રમાનારા વર્લ્ડ કપમાં ધોની ટીમ ઈન્ડિયા માટે મહત્વની ભુમિકા ભજવી શકે તેમ છે.

પ્રસાદનું કહેવુ છે કે, મેદાન ઉપર કેપ્ટન વિરાટ કોહલીને માર્ગદર્શન આપવુ, વિકેટકિપિંગમાં માસ્ટરી કે પછી ગ્રાઉન્ડ ઉપર અન્ય ખેલાડીઓને સલાહ આપવામાં ધોની કુશળ છે. એઠલા માટે તે ભારતીય ટીમ માટે આગામી વર્લ્ડકપમાં મહત્વની ભૂમિકામાં હોઈ શકે છે.

 

પ્રસાદે સ્પોર્ટસ વેબસાઈટ ક્રિક ઈન્ફોને આપેલા એક ઈન્ટર્વ્યુમાં જણાવ્યુ હતુ કે, છેલ્લી બે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝિલેન્ડ સામે ધોની જે રીતે રમ્યો છે તે જોતાં એવું લાગે છે કે હવે ધોની ક્રિકેટમાં સ્વાભાવિક રીતે જ રસ દાખવીને રમવા માંગે છે. આ એજ ધોની છે જેને હું જાણું છું. વધુમાં પ્રસાદે કહ્યું, ધોની ફરીથી તેની અદામાં ક્રિકેટ રમી જબરજસ્ત પર્ફોર્મન્સ કરે તો અમને પણ ખુશી થશે. ધોનીમાં એવી તાકાત છે જે માત્ર પીચ ઉપર બેટિંગ દરમિયાન તેનો ઉપયોગ કરે છે. આપણને એજ પહેલા જેવા ધોનીની ખરેખર જરૂર છે. હાલમાં જે રીતે તે રમી રહ્યો છે તેમાં અમને તેનો જૂનો ટચ યાદ આવી રહ્યો છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close