Maruti Ciaz પર મળી રહ્યું છે એક લાખ રુપિયાનું બમ્પર ડિસ્કાઉન્ટ

Date:2019-02-13 17:41:08

Published By:Jay

મારુતિ સુઝુકી ઇન્ડિયા ભારતમાં મિડ સાઇઝ સેડાન સિયાઝ 2018ના મોડેલમાં ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કારના પેટ્રોલ અને ડીઝલ વર્ઝન પર 60 હજાર રૂપિયાની રોકડ રકમ અને 25 હજાર રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપવામાં આવી રહ્યું છે.સિયાઝ ભારતમાં સેડાન કારોમાં ખૂબ લોકપ્રિય કાર છે. જેને કંપની ટૂંક સમયમાં જ ભારતમાં 1.5 ડીઝલ એન્જિન સાથે માર્કેટમાં રજૂ કરશે. 

મારુતિ સિયાઝ ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલ બંને પ્રકારમાં ઉપલબ્ધ છે. તેના ડીઝલ એન્જિનમાં 1248 સીસી એન્જિનની ક્ષમતા છે, જ્યારે તેની પેટ્રોલ વેરિએન્ટની ક્ષમતા 1462 સીસી છે. મારુતિ સિયાઝ ઓટોમેટિક અને મેન્યુઅલ બન્ને ટ્રાન્સમિશન ગિઅરબોક્સમાં ઉપલબ્ધ છે. જેની લંબાઇ 4490 મીમી, પહોળાઈ 1730 મીમી અને વ્હીલબેઝ 2650 મીમી છે. 

કિંમતની વાત કરીએ તો ભારતીય બજારમાં સિયાઝની શરુઆતી કિંમત 8.19 લાખ રુપિયાથી શરુ થઇને 11,02 લાખ રૂપિયા સુધી છે. તે માઇલેજના કિસ્સામાં પણ આ કારની કોઇ હરિફાઇ નથી. કંપનીએ નવી Ciaz ડીઝલ મૈનુઅલ વેરિએન્ટ એક લીટરમાં 28.09 કિમી અને પેટ્રોલ મેનુઅલ વેરિએન્ટ 21,56 કિ.મી. પ્રતિલિટરનું માઇલેજ આપે છે.

તાજેતરમાં સેડાન કારના વેચાણમાં મારુતિ સુઝુકી સિયાઝ 2,934 એકમો સાથે ત્રીજા નંબર પર રહી. જ્યારે સિયાઝ 2018માં આ યાદીમાં નંબર વન પર રહી હતી. જ્યારે 2019માં હોન્ડા સિટીએ કુલ 4,855 એકમોની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. હ્યુન્ડાઇ વરના જાન્યુઆરીમાં 3,216 એકમો સાથે બીજા નંબર પર રહી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close