વિરાટ કોહલીએ શહીદોના સન્માનમાં મોટો નિર્ણય લીધો

Date:2019-02-16 14:55:30

Published By:Jay

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટ વિરાટ કોહલીએ પુલવામાં હુમલાના સન્માનમાં એક મોટો નિર્ણય લીધો છે. વિરાટ કોહલીએ ટ્વીટર પર જણાવ્યું હતું કે તેમના ફાઉન્ડેશન દ્વારા આયોજીત ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑનર પુરસ્કારને રદ્દ કરવામાં આવશે, આ કાર્યક્રમ ભવિષ્યમાં યોજાશે.

વિરાટે શુક્રવારે ટ્વીટર પર લખ્યું હતું કે આ દુઃખના સમયે હું ઇવેન્ટ કેન્સલ કરી રહ્યો છું. આ ઇવેન્ટ શનિવારે યોજાવાની હતી. અગાઉ શુક્રવારે રાત્રે વિરાટે ટ્વીટ કર્યુ હતું કે પુલાવાનના સમાચાર જાણીને સ્તબ્ધ છું. શહીદ થયેલા જવાનોના પરીજનો માટે પ્રાર્થના કરું છું.

ઉલ્લેખનીય છે કે ગુરૂવારે બપોરે જ્યારે જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર ફિદાયીન હુમલો થયો ત્યારબાદ સમગ્ર દેશ આક્રોશમાં છે. એવામાં ગુરૂવારે રાત્રે વિરાટ કોહલીએ એક પ્રમોશનલ ટ્વીટને રિ-ટ્વવીટ કર્યુ હતું જેના કારણે લોકો ભડકી ગયા હતા અને વિરાટે ટ્વીટર પર ટ્રોલ કર્યો હતો.


આ ઘટનાના થોડા સમય બાદ વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી એ ટ્વીટ ડિલિટ કરી નાંખ્યુ હતું. વિરાટના એ ટ્વીટ પર લોકોએ ખૂબ જ રોષ ઠાલવ્યો હતો. લોકોએ વિરાટને દેશભક્તિના પાઠ ભણાવતા ખૂબ જ આકરી ટીકા કરી હતી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close