ક્રિસ ગેલે કરી સંન્યાસ લેવાની જાહેરાત

Date:2019-02-18 10:18:29

Published By:Jay

વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે આ વર્ષે ઈંગ્લેન્ડમાં રમનારા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ બાદ વનડેથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે (સીડબલ્યૂઆઈ) રવિવારે ટ્ટિટર પર તેની જાણકારી આપી. સીડબલ્યૂઆઈએ જણાવ્યું કે ઈંગ્લેન્ડની વિરુદ્ધ રમાનારી વનડે સીરીઝ માટે અભ્યાસ શરૂ થતાં પહેલા ગેલે તેની જાહેરાત કરી. આપને જણાવી દઈએ કે જો વેસ્ટ ઈન્ડિઝ વિશ્વ કપમાં સારું પ્રદર્શન કરી બીજા સ્ટેજમાં નહીં પહોંચે તો ક્રિસ ગેલ 4 જુલાઈ 2019ના રોજ રિટાયર થઈ શકે છે. આ દિવસે વેસ્ટ ઈન્ડિઝ ટીમ અફઘાનિસ્તાનની વિરુદ્ધ છેલ્લી લીગ મેચ રમશે.

ગેલની હાલમાં લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય વનડે ટીમમાં વાપસી થઈ છે. તેને ઈંગ્લેન્ડની વિરુદ્ધ રમાનારી પહલી વનડે મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વનડેમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ સદી ફટકારનારો ગેલ, બ્રાયન લારા બાદ વનડેમાં સૌથી વધુ રન કરનારો બીજો બેટ્સમેન છે.

ગેલે ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારત અને બાંગ્લાદેશના પ્રવાસ પર જવાની ના પાડી દીધી હતી. તેણે વિન્ડીઝ માટે પોતાની છેલ્લી વનડે ગયા વર્ષે જુલાઈમાં બાંગ્લાદેશની વિરુદ્ધ રમ્યો હતો. ગેલે 1999માં ભારતની વિરુદ્ધ વનડેમાં પદાર્પણ કર્યું હતું. તેણે વિન્ડીઝ માટે અત્યાર સુધી 103 ટેસ્ટમાં 7214 અને 56 ટી20 ઇન્ટરનેશનલ મેચોમાં 1607 રન કર્યા છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close