ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મના આરોપી ડો. દલાલને વડોદરા ક્રાઇમે મુંબઇથી પકડ્યો

Date:2019-02-19 11:56:37

Published By:Jay

ફિઝિયોથેરાપિસ્ટ યુવતી સાથે દુષ્કર્મ આચરવાના ચકચારી કેસમાં છેલ્લા એક સપ્તાહથી નાસતા ફરતાં અકોટાના લંપટ ન્યૂરોસર્જન ડો. યશેષ દલાલને સોમવારે મોડીસાંજે મુંબઇ મલબરા હીલ ખાતે આવેલા સંબંધીના ફ્લેટમાંથી ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો હતો. પોલીસના સકંજામાં આવતાં જ ડો.દલાલ રડી પડ્યો હતો. આરોપી ડોક્ટરને પકડવાનું ઓપરેશન કેવી રીતે પાર પાડ્યું તેની માહિતી આપતા ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ જયદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, મુંબઇના વાલકેશ્વર ખાતે દિવ્લોક એરાપ્ટમેન્ટના 202 નંબરના મકાનમાં રહેતાં ઉપેન્દ્ર શેઠના ઘરે ડો. યશેષ દલાલ સંતાયો છે તેવી માહિતી અમને ટેક્નીકલ સોર્સ તથા બાતમીદાર દ્વારા મળી હતી.

મળતી માહિતી પ્રમાણે ડો. યશેષ દલાલ મોબાઇલ ફોનનું સિમકાર્ડ લેવા માટે ભત્રીજી સાથે ગયો હતો. તે દિશમાં પોલીસે પૂછપરછ શરૂ કરી નથી. ક્રાઇમ બ્રાન્ચ પાસે પ્રાથમિકમાહિતી છે કે ડો. દલાલ છેલ્લા ત્રણ દિવસથી મુંબઇ માલાબાર હિલ એરિયામાં પીતરાઇભાઇ ઉપેન્દ્ર શેઠના ઘરે રોકાયા હતા. સોમવારે તેઓ મોબાઇલ ફોનનું સિમકાર્ડ ખરીદવા ગયા હતા અને પોલીસની બંગલામાં એન્ટ્રી થઇ હતી.

વધુ  માહિતી પ્રમાણે તા.11મી ફેબ્રુઆરીએ એફ.આઇ.આર. દાખલ થઇ તે દિવસે ડો.યશેષ દલાલ તેમનો મોબાઇલ ફોન પત્ની ડો. સુષમાને આપીને અંડર ગ્રાઉન્ડ થઇ ગયો હતો. બાતમીદારો અને સર્વેલન્સની મદદથી ક્રાઇમ બ્રાન્ચ તેમનું લોકેશન શોધી રહી હતી. ક્રાઇમ બ્રાન્ચ પાસે ભરુચ, મુંબઇ, અમદાવાદ અને દિલ્હી એમ 4 લોકેશન મળ્યા હતા. રવિવારે બપોર પછી પાક્કુ લોકેશન મળ્યું હતું મુંબઇના પોશ એરિયા મલાબાર હિલના ઉપેન્દ્ર શેઠના ફ્લેટ, ઉપેન્દ્ર શેઠ ડોક્ટરનો પિતરાઇ ભાઇ થાય છે.

 

ઉલ્લેખનીય છે કે, ડો. યશેષ દલાલે તોપાની સૃષ્ટિલ હોસ્પિટલમાં ફિઝિયોથેરાપિસ્ટ તરીકે નોકરી કરતી યુવતીને લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી હવસનો શિકાર બનાવી હતી. તા10મીએ ડોક્ટરના વોટ્સએપ સ્ટેટસ ઉપર યુવતીના બિભત્સ ફોટો પણ વાયરલ થઇ ગયા હતા. જેને લઇ મામલો વધુ ગંભીર બન્યો હતો. આ ઘટનાને પગલે એક્શનમાં આવેલી જેપી રોડ પોલીસે તા.11 ફેબ્રુઆરીએ યુવતીની ફરિયાદના આધારે ડો. દલાલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો હતો.

Cricket Score

WhatsApp Registraltion

Close