કોંગ્રેસનો મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારનો આરોપ, નીતિનભાઈ કહે-વિજયભાઈ તો ભોળા છે- નીતિનભાઈ

Date:2019-02-19 12:30:54

Published By:Jay

અમદાવાદઃ થોડા સમય પહેલા મુખ્યમંત્રી રૂપાણીએ મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો સ્વીકાર કર્યો હતો. આ મુદ્દે આજે ગુજરાત વિધાનસભામાં મહેસૂલ વિભાગના પ્રશ્નો દરમિયાન ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આક્ષેપોનો મારો ચાલ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે મહેસૂલ વિભાગના ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ કરતા જણાવ્યું કે, મામલતદારથી લઈ કલેક્ટર કચેરી સુધી પૈસા આપ્યા સિવાય કોઈ કામ થતું નથી. જેના જવાબમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, અમારા વિજયભાઈ તો ભોળા અને સંવેદનશીલ છે.

વિધાનસભામાં આજે રાજ્યમાં ઓનલાઈન NA(બિનખેતી) મામલે કોંગ્રેસના ધારાસભ્ય પૂજા વંશે ભાજપ સરકાર સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાનું મુખ્યમંત્રી પોતે સ્વીકારે છે, ત્યારે વિધાનસભામાં પારદર્શિતાની બે મોઢાની વાત બંધ કરો. આ વિભાગમાં રૂપિયા સિવાય કોઈ કામ થતાં નથી. મામલતદારથી લઈ કલેક્ટર કચેરી સુધી પૈસા આપ્યા સિવાય કોઈ કામ થતું નથી. મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર હોવાનું મુખ્યમંત્રીએ કબૂલ્યું છે, ત્યારે તેમાં બદલાવ લાવવા માંગો છો કે કેમ

આ આક્ષેપનો જવાબ આપતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારા વિજયભાઈ તો ભોળા છે અને સંવેદનશીલ છે. તમારા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે કેન્દ્રમાંથી મોકલેલા એક રૂપિયામાંથી લોકો સુધી 15 પૈસા જ પહોંચે છે. રૂપિયો કોંગ્રેસના પંજામાં ઘસાઈ જતો હતો અમે તો કોંગ્રેસે શરૂ કરેલી ભ્રષ્ટાચારી રીતરસમોને બંધ કરી રહ્યા છીએ આમ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોના આક્ષેપબાજી વચ્ચે ગૃહમાં હોબાળો મચી ગયો હતો.

 

Cricket Score

WhatsApp Registraltion

Close