ચાર માર્ચથી અમદાવાદીઓ કરી શકશે મેટ્રો ટ્રેનમાં સફર

Date:2019-02-19 13:10:54

Published By:Jay

અમદાવાદ-અમદાવાદ અને ગુજરાતના લોકો જે દિવસની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા. તે ઘડી ટૂંક સમયમાં આવી જશે. વડાપ્રધાન મોદીના સ્વપ્ન એવા અમદાવાદ મેટ્રો ટ્રેનને આગામી દિવસોમાં જાહેર જનતા માટે ખુલી મુકાશે. જેની જાહેરાત ગુજરાત રાજ્યના ઉપ મુખ્યમંત્રી અને નાણામંત્રી ગુજરાત વિધાનસભામાં બજેટ શત્ર દરમિયાન બજેટ પૂર્વે કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે આગામી ચાર માર્ચના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે. અને તેમના હસ્તે મેટ્રો ટ્રેનનું ઉદ્ઘાટન કરાશે. આમ એપરલ પાર્કથી વસ્ત્રાલ સુધીના મેટ્રો ટ્રેન રૂટને શરૂ કરવામાં આવશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close