ભારતના એક્શનથી ડરેલ પાકિસ્તાને ભારતને રોકવા યુએનમાં કરી અપીલ

Date:2019-02-19 13:27:07

Published By:Jay

પાકિસ્તાન-ભારતના એક્શનથી ડરી ગયેલુ પાકિસ્તાન ફરી એકવાર UNની શરણે ગયું છે. જમ્મૂ-કશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં ફરી એકવાર તણાવ સર્જાઈ ગયો છે.

પુલવામા હુમલા બાદથી જ ભારતે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. ભારતના એક્શનથી ગભરાયેલા પાકિસ્તાને વધુ એક વખત UNમાં પત્ર લખ્યો છે અને ભારતને કાર્યવાહી કરતા રોકવાની માગણી કરી છે.

મહમૂદ કુરૈશીએ પત્ર લખીને કહ્યું કે પુલવામા હુમલા બાદથી ભારત સરકારે તણાવ વધારી દીધો છે અને આક્ષેપ કર્યો છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી પહેલા આ પ્રકારનો મુદ્દો ઉઠાવી રહ્યા છે.

પાકિસ્તાની વિદેશ મંત્રીએ જણાવ્યું કે ભારત તણાવ વધારવા માગે છે. જેનાથી ઘણું નુકસાન થઈ શકે છે. પુલવામામાં થયેલા આતંકી હુમલાના થોડા દિવસ પહેલા જ તેમના કાર્યાલયમાં ચૂંટણી પહેલા હિન્દુ મત પર સકંજો કસવા આ પ્રકારના માર્ગો અપનાવી શકે છે.

જેમાં પાકિસ્તાન વિરુદ્ધ લોકોને ભડકાવવામાં આવી શકે છે. જો પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ છે તો ભારત તેના પુરાવા આપે. અમે તેની નિષ્પક્ષ તપાસ કરાવીશું.

આ સાથે જ પાકિસ્તાને UNને ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવા અને તણાવ રોકવા માગ કરી છે. મહત્વનું છે કે પુલવામા હુમલામાં 44 જવાન શહીદ થયા છે. જો ત્યાર બાદ ભારતે પાકિસ્તાનને ઝટકો આપતા મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પરત લઈ લીધો હતો અને બાદમાં પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ થલગ કરી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.

જો કે આવુ પહેલી વાર નથી કે જમ્મૂ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન યુએનમાં ગયું હોય, આ અગાઉ પણ ઘણી વખત દુનિયા સમક્ષ આ મુદ્દો ઉઠાવતું રહ્યું છે. પરંતુ દરેક વખતે પાકિસ્તાનને નિરાશા હાથમાં આવી છે. 

Cricket Score

WhatsApp Registraltion

Close