પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં બિકાનેર છોડવાનો આદેશ

Date:2019-02-19 13:35:57

Published By:Jay

બિકાનેર: પુલવામા આંતકવાદી ઘટનાને જોતાં બિકાનેર જિલ્લા કલેક્ટર કુમારપાલ ગૌતમે બિકાનેર જિલ્લામાં રહેનાર બધા જ પાકિસ્તાની નાગરિકોને 48 કલાકમાં જિલ્લો છોડીને બહાર જવા માટે કહ્યું છે. જિલ્લા મેજિસ્ટ્રેટે સમગ્ર જિલ્લામાં કલમ 144 લાગૂ કરી છે જેના આદેશ અનુસાર જિલ્લાની સીમામાં કોઇ પાકિસ્તાની નાગરિક હાજર છે તો તેને સ્વયં જ જિલ્લાની બહાર જવું પડશે. ત્યારબાદ તેના પર સખત કાર્યવાહી કરી તેને જિલ્લાની બહાર ખદેડવામાં આવશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષાબળોએ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ પાકિસ્તાની આતંકવાદી કામરાન સહિત આતંકવાદી સંગઠન જૈશના ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ દરમિયાન એક મેજર સહિત ચાર જવાન અને એક પોલીસકર્મી શહીદ થઇ ગયા હતા. ક્રોસ ફાયરિંગમાં એક પત્થરબાજનું પણ મોત નિપજ્યું છે.

17 કલાકથી વધુ સમય સુધી ચાલેલી મુઠભેડમાં બ્રિગેડર કર્નલ, ડીઆઇજી પોલીસ સહિત સુરક્ષાબળોના નવ લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળેથી હથિયાર અને દારૂગોળો મળી આવ્યો છે. આ પહેલાં ગુરૂવારે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર આતંકવાદી હુમલો થયો હતો તેમાં 40 જવાન શહીદ થયા હતા.

 

Cricket Score

WhatsApp Registraltion

Close