વચગાળાનું બજેટ: રાજ્યમાં કુલ 75 ફ્લાયઓવર બનાવાશે

Date:2019-02-19 13:46:12

Published By:Jay

ગાંધીનગર-  ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણા મંત્રી નીતિન પટેલ  વિધાનસભામાં ગુજરાત રાજ્યનું વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યાં છે. આ વર્ષે ટૂંક સમયમાં જ લોકસભાની ચૂંટણી આવતી હોવાને કારણે સરકારે પૂર્ણ બજેટના બદલે વચગાળાનું બજેલ (લેખાનુદાન) રજૂ કરવાનો નિર્ણય લીધો છે.

ડે. સીએમ અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે,  'રાજ્યમાં ભાજપની સરકારથી સૌનો સાથ સૌનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનાં ઋણી છીએ. રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.'

 

બજેટ હાઈલાઈટ

મહાત્મા ગાધીજીની ૧૫૦મી જન્મ જયંતી ઉજવણીમ માટે આગવી ઉજવણી

જી.એસ.ડી.પી વિકાસદર નાણાકીય  શિસ્ત વ્યવસ્થાપન માં ગુજરાત મોખરે

વાર્ષિક વૃધ્ધિ દર ૯.૯ ટકા છે જે દેશના મોટા રાજયોમાં સૌથી ઊચો

દેશના જીડીપી માં 7.8% હિસ્સો ગુજરાતનો

 ચોખ્ખી માથાદીઠ આવક ચાલુ ભાવે રૂ. ૧,૭૪,૬૫૨ જે ૧૨.૬ ટકા વધુ

નિકાસમાં ગુજરાત  દેશભરમા પ્રથમ કુલ ઔધ્યોગિક ઉત્પાદનમા ૧૬.૮ ટકા હિસ્સો

અછત સમયે ખેડુતોના પડખે સરકાર

96 તાલુકામા 16.27 લાખ ખેડૂતોને 1557 કરોડની ઇનપુટ સહાય

પશુધન ને મદદરૂપ થવા પશુદીઠ 35 ની સહાય 40.84 કરોડ ચૂકવાયા

ખેડૂતોને આઠ કલાકના બદલે દશ કલાક વીજળી રાજય સરકારને 436 કરોડનુ વધારાનુ ભારણ

ચાલુ વર્ષે 96 તાલુકાના 23 લાખ ખેડૂતો ને મદદરૂપ થવા 2285 કરોડનુ ખાસ સહાય પેકેજ

 

 

કૃષિ

કૃષિ ઉત્પાદનમા 12.11 ટકા દરે વૃધ્ધી

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ બે વર્ષમા 27 લાખ ખેડૂતોને લાભ

ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ રૂ.500 કરોડનુ રિવોલ્વીગ ફંડ

ફાર્મ મીકેનાઇઝેશન માટે ત્રણ વર્ષમા 500 કરોડની સહાય

હાલોલ ખાતે ઓર્ગેનિક યુનિ. સ્થાપવાની કાર્યવાહી

બાગાયત  પાક ઉત્પાદન 2021-22 મા 18.55 લાખ હેકટર લ ઇ જવાશે

પશુધનવસ્તિ ગણતરીમા 15.36 ટકા સાથે દેશમા ગુજરાત પ્રથમ

સ્કીમ મિલ્ક પાવડરમા નિકાસ માટે રૂ 300 કરોડની સહાય

પાટણ ખાતે રૂ 47.50 કરોડના ખર્ચે સેકસ સિમેન લેબોરેટરી સ્થપાશે

અબોલ પશુ માટે કરૂણા 1962 એમ્બ્યુલન્સ સેવા શરૂ

હાઇ સ્પીડ ડીઝલ પર વેટ રાહત,ડીપ સી ફીસીગ યુનિટ

ઝીગા ઉછેર માટે 7500 હેકટર જમીન ફાળવાશે 25000 ઝીગા ઉછેરકોને રોજગારી

બોટ ધારકોને ડીઝલ વેટ રાહત આપવા રૂ 12 ના બદલે રૂ 15 પ્રતિ લીટર સબસીડી અપાશે. 10,677 બોટધારકોને લાભ

વલસાડ ખાતે નવા મત્સ્ય ઉતરાણ કેન્દ્ર બનાવાશે

પાકિસ્તાન જેલમા રખાતા ગુજરાતના માછીમારોને દૈનિક રૂ 150 ના બદલે રૂ 300 અપાશે

 

 

જળસંશાધન

18 હજાર ગામોમા 15 ફેબ્રુઆરી થી સુજલામ સુફલામ જળ અભિયાન યોજાશે

સૌની યોજના પ્રથમ તબક્કામા 22 જળાશયો 48 તળાવો 181 ચેકડેમ નર્મદાના નીરથી ભર્યા, ફેઝ 2 મા 57 જળાશયો જોડાશે 11,216 કરોડનુ ખર્ચ ત્રીજા તબક્કાના 2615 કરોડના કામ મંજૂર

 બનાસકાઠા માટે રૂ 623 કરોડના ખર્ચ થરાદથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન યોજના

ઉચ્છલ નીઝર સોનગઢ ના  69,000 વિસ્તાર માટે  912 કરોડ ના ખર્ચે ઉકાઇ યોજના

૭૧૫ કરોડના ખર્ચે તાપી કરજણ ઉદવહન યોજના

દાહોદ મા 185 કરોડની કડાણા દહોદ યોજના

જળ સંચયના કામો માટે રૂ 329 કરોડનો ખર્ચ કરાશે

 

 

આરોગ્ય

મા અને મા વાત્સલ્ય યોજનાના રાજયના 68 લાખ પરિવારોને રૂ 3 લાખના બદલે આયુષમાન ભારતની જેમ રૂ 5 લાખનુ સુરક્ષા કવચ

મા વાત્સલ્ય યોજના 15 લાખ પરિવારોને લાભ

આશા ફેસીલેટર બહેનોના મહેનતાણા મા મસિક રૂ 2000નો વધારો

પાલનપુર, દહોદ ખાતે મેડીકલ કોલેજ મંજૂરઃ નડિયાદ, વિસનગર, અમરેલી ખાતે કામ પ્રગતિમા

¤સિવીલ હોસ્પિટલ અમદાવાદ ખાતે 1200 બેડ ની હોસ્પિટલનુ લોકાર્પણ 4 માર્ચ પી.એમ કરશે

¤ગાધીનગર સોલા સીવીલ હોસ્પિટલને સુપરસ્પેશયા લીટીમા અપગ્રેડ કરાશે

 

 

નર્મદા

નર્મદા યોજના માટે રૂ 6945 કરોડની જોગવાઇ પેકી કચ્છ માટે  રૂ 430 કરોડ,ભૂગર્ભ પાઇપલાઇન માટે 146 કરોડ, 3 પંપીગ સ્ટેશન વિસ્તરણ માટે 316 કરોડ,

Cricket Score

WhatsApp Registraltion

Close