ગુજરાતના ટૂર ઓપરેટરોએ જમ્મુ-કાશ્મીરના પ્રવાસના બુકિંગ બંધ કર્યા

Date:2019-02-19 14:00:03

Published By:Jay

આતંકી હુમલાના ગુજરાતમાં ગંભીર પ્રત્યાઘાતો પડ્યાં છે. ગુજરાતના 200થી વધુ ટૂર ઓપરેટરઓ કાશ્મીર ટૂરીઝમનો બોયકોટ કર્યો છે. ટૂર ઓપરેટરોએ જમ્મુ-કાશ્મીરનું એકપણ બુકિંગ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશ્મીર, લેહ લદાખ, સહિતના વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓને લઈ જતાં અમદાવાદના 50થી અને સમગ્ર રાજયભરમાંથી 200 ટૂર ઓપરેટરોનો સમાવેશ થાય છે.

ગુજરાતના વિવિધ ટૂર એસોસિએશનને બુકિંગ નહી કરવા સુચના આપી દીધી છે. ટૂર ઓપરેટરોએ આતંકી હુમલામાં જાન ગુમાવ્યા તેમને શ્રદ્ધાંજલી આપ્યા બાદ કાશ્મીરનું બુકિંગ નહીં કરવાની એક સંમતિથી તિલાંજલી આપી હતી. કાશ્મીર ટૂર ઓર્ગેનાઇઝ કરતા ઓપરેટરો જણાવી રહ્યા છે કે, ગુજરાતના વિવિધ ટૂર એસોસિએશનને બુકિંગ નહી કરવા સુચના આપી દીધી છે. જેમણે અગાઉ એડવાન્સ બુકિંગ કર્યા છે તે કેન્સલ કરવા સુચના જારી કરાઇ છે. ટૂર ઓપરેટરોએ કહ્યું કે,કાશ્મીર બુકિંગ કરી ટુરીઝમને પૈસા પણ કમાવી આપવાના અને સાથે પ્રવાસીઓના જીવનું જોખમ પણ છે. જેથી હવે કોઈ કાશ્મીરનું બુકિંગ લઈ મુશ્કેલીમાં મુકાવા માંગતા નથી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close