પુલવામા હુમલા પર પાક. PM ઇમરાન ખાને કહ્યું- 'કોઈ મુર્ખ જ આવો હુમલો કરે'

Date:2019-02-19 14:12:43

Published By:Jay

પાકિસ્તાન-પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આરોપ મૂક્યો હતો કે ભારતે પુલવામાં હુમલામાં પાકિસ્તાન વિરુદ્ધ પુરાવા આપ્યા વગર પાકિસ્તાનનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો. પાકિસ્તાન પણ આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આ જૂનું પાકિસ્તાન નથી આ નવું પાકિસ્તાન છે. ઇમરાન ખાને જણાવ્યું હતું કે અમે તમામ તપાસ માટે તૈયાર છીએ. પ્રેસ સંબોધન કરતા સમયે ઇમરાન ખાને વારંવાર કહ્યુ હતું કે અમે ભારત સાથે કોઈ પણ મુદ્દે વાતચીત કરવા માટે તૈયાર છીએ. તમામ સમસ્યાઓનું સમાધાન વાતચીતથી જ આવશે. સાથે ઇમરાન ખાને એવું પણ કહ્યું હતું કે જો ભારત અમને છંછેડશે તો પાકિસ્તાન વળતો જવાબ આપશે.

ઇમરાન ખાને જણાવ્યું,“ આતંકવાદનું પહેલું ભોગ પાકિસ્તાન બન્યું છે. આતંકવાદના કારણે અમારા 70,000 લોકોનામોત થયા છે. રૂપિયા 100 અબજથી વધુનું નુકસાન થયું છે. જો હુમલામાં ભારત પાકિસ્તાનની સંડોવણીના પુરાવા ભારત આપશે તો અમે ખાત્રી લઈએ છીએ કે પાકિસ્તાન કાર્યવાહી કરશે.  આ જૂનું પાકિસ્તાન નથી આ નવું પાકિસ્તાન છે. અમારી વિચારશરણી અલગ છે, અમે દહેશતગર્દીમાં જવા નથી માંગતા.

ભારતમાંથી યુદ્ધ કરવું જોઈએ તેવા નિવેદનો આવી રહ્યાં છીએ પરંતુ અમે યુદ્ધ નથી ઇચ્છતા પરંતુ જો ભારત યુદ્ધ કરશે તો પાકિસ્તાન ભારતને જવાબ આપશે. ઇમરાન ખાને જણાવ્યું કે યુદ્ધ શરૂ કરવું આપણા હાથમાં હોય છે, પરંતુ તે સમાપ્ત ક્યારે થાય તેની કોઈને જાણ નથી હોતી. યુદ્ધથી કોઈ સમાધાન આવતું નથી.

 

Cricket Score

WhatsApp Registraltion

Close