સાઇબેરિયન ટાઉનમાં વરસ્યો કાળો બરફ, જનજીવન ઠપ

Date:2019-02-19 14:34:41

Published By:Jay

રશિયા-રશિયન પ્રાંત સાઇબેરિયામાં કાળા રંગની હિમવર્ષા થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છે. આખા સાઇબેરિયન ટાઉનમાં કાળા રંગના બરફની ચાદર છવાઇ જતાં નાગરિકોએ તેમના બાળકોની સુરક્ષાને લઇને સવાલો ઉઠાવ્યા હતા. સાઇબેરિયાના કેમેરોવ પ્રદેશમાં હિમવર્ષા થતી જ રહે છે. પરંતુ આ વર્ષે સ્થાનિક કોલસા પ્લાન્ટના કારણે બરફમાં કાળો રંગ ભળી ગયો હોવાનું પ્રાથમિક તારણ છે. આ હિમવર્ષા પ્રોકોપીવેસ્ક અને લેનિન્સ્ક-કુઝનેટ્સકી ઉપરાંત કેમેરોવના અનેક શહેરોમાં કાળાડિબાંગ બરફ જોવા મળી રહ્યા છે.  

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સાઇબેરિયામાં લાંબા સમયથી પર્યાવરણ સંરક્ષણનો અભાવ છે. અહીં કોલસાનું ઉત્પાદન એટલાં મોટાંપાયે થઇ રહ્યું છે કે, તેઓની જીવનશૈલીમાં પણ કોલસો ભળી ગયો છે. 

એક સ્થાનિકના જણાવ્યા અનુસાર, અહીં કોઇ ક્લિન્ઝિંગ સિસ્ટમ નહીં હોવાના કારણે ફેક્ટરી અને કોલસનાના પ્લાન્ટ્સની ગંદકી, ધૂળ, કાળી માટી વગેરે એરિયામાં ચારેતરફ ફેલાયેલું હોય છે. અમારાં બાળકો આ જ પ્રદૂષિત આબોહવામાં શ્વાસ લઇ રહ્યા છે. જેના કારણે તેઓના જીવને સૌથી વધુ જોખમ ઉભું થાય છે. અન્ય એક નાગરિકે જણાવ્યું કે, સરકારે જાહેરમાં ધુમ્રપાન પર પ્રતિબંધ લગાવ્યો છે, પરંતુ કોલસાની ધૂળને શ્વાસમાં લેવાથી અમારાં ફેફસાને નુકસાન થઇ રહ્યું છે. 

કેમેરોવ રશિયાનું અગ્રણી કોલ માઇનિંગ (કોલસાની ખાણ) ક્ષેત્ર છે અને અહીં સાઇબેરિયાના બેસ્ટ સ્કિ સ્લોપ્સ પણ આવેલા છે. સ્ટેટ પ્રોસિક્યૂટર્સ આ હિમવર્ષા બાદ ખરેખર ઇન્ડસ્ટ્રિયલ એરિયા જવાબદાર છે કે નહીં તે અંગેની ચકાસણી કરી રહ્યા છે. 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close