હવે રૂ.25 કરોડ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ, ટર્નઓવરની લિમિટ 100 કરોડ રૂપિયા

Date:2019-02-19 16:04:04

Published By:Jay

નવી દિલ્હીઃ સરકારે સ્ટાર્ટઅપ કંપનીઓને મોટી રાહત આપી છે. હવે તેમને 25 કરોડ સુધીના રોકાણથી જે આવક થશે તેની પર ટેક્સ (એન્જલ ટેક્સ) આપવો પડશે નહિ. અગાઉ આ લિમિટ 10 કરોડ રૂપિયા હતી. સરકાર તરફથી મંગળવારે આ માહિતી આપવામાં આવી હતી. સ્ટાર્ટઅપને 30 ટકાના દરથી એન્જલ ટેક્સ આપવો પડે છે.

સ્ટાર્ટઅપની સીમામાં રહેવાની સમય મર્યાદા વધારવામાં આવી છે. રજિસ્ટ્રેશનની તારીખથી 10 વર્ષ સુધી કંપનીને સ્ટાર્ટઅપ માનવામાં આવશે. અગાઉ આ સીમા 7 વર્ષની હતી.

સરકારે ટર્નઓવરની લિમિટ વધારી દીધી છે. વાર્ષિક 100 કરોડ રૂપિયાના ટર્નઓવર સુધી સ્ટાર્ટઅપનો દરજ્જો રહેશે. અગાઉ 25 કરોડ રૂપિયાથી વધુ વાર્ષિક ટર્નઓવર થવા પર કંપનીઓ સ્ટાર્ટઅપની સીમામાંથી બહાર થઈ જતી હતી.

સરકારે ગત વર્ષે જાન્યુઆરીમાં ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા સ્ટાર્ટઅપ ઈન્ડિયા એક્શન પ્વાન લોન્ચ કર્યો હતો. તેનું લક્ષ્ય સ્ટાર્ટઅપને ટેક્સમાં છૂટ અને ઈન્સપેક્ટર-રાજ મુક્ત વ્યવસ્થા આપવાનું છે. ડીઆઈપીપીએ સમગ્ર દેશમાં 14,600 સ્ટાર્ટઅપની ઓળખ કરી હતી. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 2,587 સ્ટાર્ટઅપ છે.

એવા યુનિટ જે ઈનોવેશન, ડેવલોપમેન્ટ, નવા પ્રોડક્ટના કમર્શિયલાઈઝેશન, ટેકનોલોજી કે બૈદ્ધિક સંપતિ(ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી) સાથે જોડાયેલી સર્વિસ પર કામ કરવા માંગે છે તે સ્ટાર્ટઅપ તરીકે રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close