સરકારનો ઈન્કાર હશે તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે નહીં રમે ભારત- BCCI સૂત્રો

Date:2019-02-20 11:46:57

Published By:Jay

પુલવામા હુમલા પછી ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપમાં સાથે રમશે કે નહીં તે વિશે હજુ શંકા છે. બીસીસીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વિશે થોડા દિવસોમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદને આ વિશે કોઈ લેવા દેવા નથી. જો આપણી સરકારને લાગતું હશે કે, ભારતે પાકિસ્તાન સાથે ન રમવું જોઈએ, તો સ્પષ્ટ છે કે, વર્લ્ડ કપમાં ભારતની ટીમ પાકિસ્તાન સાથે નહીં રમે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં 30મેથી 14 જુલાઈ સુધી વર્લ્ડ કપ મેચ રમવામાં આવશે.

Cricket Score

WhatsApp Registraltion

Close