ભારતને પ્રથમ વન-ડે પહેલા ફટકો, એમએસ ધોની ઇજાગ્રસ્ત

Date:2019-03-01 16:42:59

Published By:Jay

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને ઓસ્ટ્રેલિયા સામે વન-ડે શ્રેણીના પ્રથમ મુકાબલા પહેલા ભારતીય ટીમના પ્રેક્ટિસ સત્ર દરમિયાન ઈજા પહોંચી હતી. તે ટીમના સહયોગી સ્ટાફના સભ્ય રાઘવેન્દ્રથી થ્રોડાઉન લઈ રહ્યો હતો. તે સમયે તેના જમણા ખભાના આગળના ભાગે ઈજા પહોંચી હતી. ધોનીએ નેટમાં ઘણો લાંબો સમય સુધી બેટિંગની પ્રેક્ટિસ કરી હતી.

ટીમના બધા ખેલાડી અધિકારિક સત્ર પછી થ્રોડાઉન લઈ રહ્યા હતા. આ સમયે રાઘવેન્દ્રનો એક બોલ ધોનીના ખભાના આગામી હિસ્સામાં વાગ્યો હતો. આ સમયે ધોનીને થોડો દુખાવો થયો હતો અને આ પછી તેણે બેટિંગ કરી ન હતી.

આ ઈજા ગંભીર છે કે નહીં અને તે પ્રથમ વન-ડેમાં રમશ કે નહીં તેની પૃષ્ટિ થઈ શકી નથી. અંતિમ નિર્ણય મેચ પહેલા કરવામાં આવે તેવી સંભાવના છે. જો ધોની પ્રથમ વન-ડે મેચમાં નહીં રમે તો રિષભ પંતને વિકેટકિપિંગની જવાબદારી સંભાળશે.

 

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close