બીમારીને કારણે સુપ્રીમ કોર્ટે બાબુ બજરંગીના જામીન મંજૂર કર્યા

Date:2019-03-07 12:31:30

Published By:Jay

નરોડા-નરોડા પાટિયા રમખાણ કેસ વર્ષ 2002માં ગુજરાત ગોધરાકાંડ સાથે જોડાયેલો છે. 27 ફેબ્રુઆરી, 2002ના ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસના S-6 કોચને બાળી નાખવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં અયોધ્યાથી મોટી સંખ્યામાં કારસેવકો અમદાવાદ જવા માટે રવાના થયા હતા. તેમાં 59 કારસેવકોના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી વિશ્વ હિન્દુ પરિષદે 28 ફેબ્રુઆરી, 2002ના રોજ બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન નરોડા પાટીયા વિસ્તારમાં ઉગ્ર ભીડે લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો અને તેમાં 97 લોકોની હત્યા કરી હતી.

Cricket Score

WhatsApp Registraltion

Close