નેશનલ ગ્રીનટ્રીબ્યુનલે ફોક્સવેગનને 500 કરોડનો દંડ ફટકાર્યો

Date:2019-03-07 14:24:31

Published By:Jay

નવી દિલ્હીઃ નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે ગુરૂવારે જર્મન ઓટો મેજર ફોક્સવેગન પર રૂપિયા 500 કરોડનો દંડ ફટકાર્યો છે. આ દંડ કંપની પર છેતરપિંડી કરનારા ડિવાઈસ ડિઝલ કાર્સમાં વાપરીને પર્યાવરણને નુકસાન પહોંચાડવા પર કરવામાં આવ્યો છે. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલની જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની બેન્ચે આ રકમ કંપનીને બે મહિનામાં જમા કરાવવા આદેશ કર્યો છે.

ગ્રીન પેનલે તા.16 નવેમ્બર 2018ના રોજ જણાવ્યું હતું કે ફોકસવેગને છેતરપિંડી કરનારું ડિવાઈસ તેની ડિઝલ કાર્સમાં વાપર્યું હોવાના પગલે પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. આ કારણે પેનલે કંપનીને વચગાળાની 100 કરોડ રૂપિયાની રકમ સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ(GPCB)માં જમા કરાવવાનો નિર્દેશ કર્યો હતો.

સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે એક જોઈન્ટ ટીમ બનાવી હતી જેમાં જીપીસીબી, મિનિસ્ટ્રી ઓફ હેવી ઈન્ડસ્ટ્રી, ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા અને નેશનલ એન્વરોમેન્ટલ એન્જિનિંયરિંગ રિસર્ચ ઈનસ્ટીટયુટ સહિતના પ્રતિનિધિઓનો સમાવેશ થતો હતો. આ ટીમે ફોક્સવેગન પર 171.34 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાનું સુચન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ દંડ દિલ્હીમાં વધારે પડતો નાઈટ્રોજન ઓક્સાઈડ વાતાવરણમાં જવાને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન થયું હોવાના કારણોસર ફટકારવામાં આવે તેવું સુચન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એક સ્કુલ શિક્ષક અઈલાવાડી અને અન્ય લોકોએ ફોક્સવેગનના વ્હીકલ્સ દ્વારા દેશના ઈમિશન નોર્મ્સનું ઉલ્લંઘન થતું હોવને પગલે તેના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અરજી કરી છે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close