10 વર્ષ બાદ RBI 20 રૂપિયાનો સિક્કો બહાર પાડશે

Date:2019-03-07 15:25:15

Published By:Jay

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઝડપથી 20 રૂપિયાનો સિક્કો બહાર પાડશે. નાણાં મંત્રાલયે બુધવારે આ અંગેનું એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. તેનો આકાર અને દેખાવ મોટા ભાગે 10 રૂપિયાના સિક્કા જેવો હશે. તેનો વ્યાસ 27 મિલીમીટર(2.7 સેમી) હશે. તેમાં 10 રૂપિયાના સિક્કાની જેમ જ બહાર એક રિંગ અને અંદર એક ડિસ્ક હશે.

સિક્કાની અંદરના ગોળ ભાગમાં અને બહારના ભાગના ધાતુના રંગમાં થોડો ફરક રહેશે. રિંગ વાળો બહારનો ભાગ 65 ટકા તાબું, 15 ટકા ઝિંક અને 20 ટકા નિકલનો બનેલો હશે. જયારે ડિસ્ક વાળા ભાગમાં 75 ટકા તાંબુ, 20 ટકા ઝિંક અને 5 ટકા નિકોલ હશે. જોકે તેમાં 10 રૂપિયાના સિક્કાની જેમ રિંગ પર નિશાન હશે નહિ.

લગભગ 10 વર્ષ પહેલાં માર્ચ 2009માં ભારતીય રિઝર્વ બેન્કે 10 રૂપિયાનો સિક્કો બહાર પાડ્ય હતો. હવે સરકાર 10 વર્ષ બાદ ફરી નવો સિક્કો બજારમાં લાવી રહી છે. સરકારના નોટિફિકેશન મુજબ 1,2,5 અને 10 રૂપિયાના સિક્કાના પ્રોટોટાઈપની નવી શ્રેણી પણ બહાર પાડવામાં આવશે.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close