કોંગ્રેસે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, રાજબબ્બરને ટિકિટ

Date:2019-03-14 11:05:49

Published By:Jay

નવી દિલ્હી: કોંગ્રેસે લોકસભા ચૂંટણીને લઇને ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી. આ યાદીમાં મહારાષ્ટ્રથી 5 ઉમેદવારો અને ઉત્તરપ્રદેશથી 16 બેઠકોના ઉમેદવારો જાહેર કરાયા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાજબબ્બરને મુરાદાબાદથી ઉમેદવાર બનવાયા છે. જ્યારે ભાજપમાંથી કોંગ્રેસમાં સામેલ થનારા નાના પટોલેને નાગપુરથી ટિકિટ આપવામાં આવી છે. વધુમાં ભાજપથી રાજીનામું આપનારી સાંસદ સાવિત્રી બાઇ ફૂલેને યુપીના બહેરાઇચથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસે તેની પહેલી બહાર પાડેલી યાદીમાં ઉત્તરપ્રદેશમાં 11 ઉમેદવારો અને ગુજરાતના 4 ઉમેદવારોના નામ બહાર પાડ્યા હતા. પહેલી યાદીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામ પણ ઉમેદવાર તરીકે તેમની પરંપરાગત બેઠકો પર જાહેર થઇ ગયા છે. રાહુલ ગાંધી અમેઠીથી જ્યારે સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડવાના છે.

 

જાણો કોણ ક્યાંથી લડશે?

રાજય

બેઠક

ઉમેદવાર

મહારાષ્ટ્ર

નાગપુર

નાના પટોલ

મહારાષ્ટ્ર

ગઢચિરૌલી

ડો.નામદેવ

મહારાષ્ટ્ર

મુંબઈ(NC)

પ્રિયા દત્ત

મહારાષ્ટ્ર

મુંબઈ(S)

મિલિન્દ દેવરા

મહારાષ્ટ્ર

સોલાપુર(SC)

સુશીલકુમાર

યુપી

નગીના(SC)

ઓમવતી

યુપી

મુરાદાબાદ

રાજ બબ્બર

યુપી

ખીરી

જફરઅલી

યુપી

સીતાપુર

કેસર જહાં

યુપી

મિસ્રિખ(SC)

મંજરી રાહી

યુપી

મો.ગંજ(SC)

રામશંકર

યુપી

સુલતાનપુર

ડો.સંજય સિંહ

યુપી

પ્રતાપગઢ

રત્ના સિંહ

યુપી

કાનપુર

શ્રીપ્રકાશ

યુપી

ફતેહપુર

રાકેશ સચાણ

યુપી

બહેરાઈચ(SC)

સાવિત્રી ફૂલે

યુપી

સંત કબીરનગર

પરવેઝખાન

યુપી

બાંસગાંવ(SC)

કુશ સૌરવ

યુપી

લાલગંજ(SC)

પંકજ મોહન

યુપી

મીરઝાપુર

લલિતેશપતિ

યુપી

રોબર્ટ્સગંજ

ભગવતીપ્રસાદ

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close