સેના પ્રમુખ જનરલ રાવતને પરમ વિશિષ્ટ સેવા મેડલ

Date:2019-03-14 14:32:22

Published By:Jay

નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપીન રાવતને પરમ વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરાયા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ એવોર્ડ તેમને એનાયત કર્યો છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ભવનના સમારોહમાં સેનાના સિપાહી બ્રહ્મ પાલ સિંહ અને CRPFના બે જવાનો રાજેન્દ્ર નૈન અને નવીન બબ્બન ધનવાડેને મરણોપરાંત કીર્તિચક્રથી સન્માનિત કરાયા છે. મેજર તુષાર ગૌબાને પણ કીર્તિ ચક્રથી સન્માનિત કરાયા છે. 

મેજર તુષાર ગૌબા 20 જાટ રેજિમેન્ટમાંથી છે. તેમનું પોસ્ટિંગ જમ્મુ-કાશ્મીરનાં કુપવાડા સેક્ટરમાં હતુ. તેમણે LOC પાસે અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા. તે સમયે પાકિસ્તાની આતંકીઓ ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા સમારોહમાં સેના અને CRPFનાં 12 જવાનોને શૌર્ય ચક્રથી સન્માનિત કરાયા છે. 

પરમ વિશિષ્ટ સેવા મેડલની શરૂઆત 1960માં કરવામાં આવી હતી. દેશની સેવા માટે તત્પર સેનાના જવાનોના મહત્વપૂર્ણ યોગદાન અને સેવા માટે આ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ મરણોપરાંત પણ આપવામાં આવે છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close