ઇઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલો કર્યો

Date:2019-03-26 12:14:39

Published By:Jay

જેરુસલેમઃ ઇઝરાયલે ગાઝામાં હમાસના ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. ઇઝરાયલે 5 સેકન્ડમાં 2 વિસ્ફોટ કર્યા હજુ સુધી મૃતકોની સંખ્યા સામે આવી નથી. મળતી માહિતી પ્રમાણે, હુમલો એ સમયે થયો હતો જ્યારે વોશિંગ્ટનમાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ રહી હતી. ઇઝરાયલી હુમલા અંગે ટ્રમ્પે કહ્યું કે , તેમણે આત્મરક્ષાનો અધિકાર છે.આ પહેલા સોમવારે પેલેસ્ટાઈને તેલ અવીવમાં રોકેટથી હુમલો કર્યો તો, જેમાં 7 લોકો ઘાયલ થયા હતા.

જવાબી કાર્યવાહી બાદ વ્હાઈટ હાઉસે કહ્યું કે, ઇઝરાયલે પેલેસ્ટાઈન હુમલાનો યોગ્ય અને બળપૂર્વક જવાબ આપ્યો. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે, ઇઝરાયલને પોતાની રક્ષા કરવાનો અધિકાર છે. નેતન્યાહૂએ કહ્યું કે, તેઓ ટ્રમ્પ સાથે મુલાકાત કરીને દેશ પરત ફરશે. તેમણે પ્રો-ઇઝરાયલ લોબી AIPACની વાર્ષિક કોન્ફરન્સને સંબોધિત કરવાનો કાર્યક્રમ પણ રદ કરી દીધો છે. 

ગાઝાના સુરક્ષાબળો પ્રમાણે, ઇઝરાયલ દ્વારા ઘણી જગ્યાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. ગાઝા શહેરમાં એક ઈમારતેને ધ્વસ્ત કરવામાં આવી હતી. ઇઝરાયેલનો આરોપ છે કે તે ઈમારતમાં હમાસનું સિક્યોરીટી અને ઈન્ટેલિજેન્સનું ગુપ્ત કાર્યાલય હતું. ગાઝાના લોકોનાં જણાવ્યા પ્રમાણે ઈમારત હમાસ સાથે સંબંધિત મુલ્તસિમ ઈન્સ્યોરન્સ કંપનીની હતી. 

ગાઝાના સુરક્ષાબળો પ્રમાણે, ઈઝરાયલ દ્વારા ઘણી જગ્યાઓ પર હુમલાઓ કરવામાં આવ્યા છે. ગાઝા શહેરમાં એક ઈમારતેને તબાહ કરવામાં આવી હતી. ઈઝરાયેલનો આરોપ છે કે તે ઈમારતમાં હમાસનો સિક્યોરીટી અને ઈન્ટેલિજેન્સનું ગુપ્ત કાર્યાલય હતું. ગાઝાના લોકોનાં જણાવ્યા પ્રમાણે ઈમારત હમાસ સાથે સંબંધિત મુલ્તસિમ ઈન્સ્યોરન્સ કંપનીની હતી. 

પેલેસ્ટાઈન તરફથી આ હુમલો સોમવારે સ્થાનિક સમયાનુસાર સવારે 5.20 કલાકે કર્યો હતો. રોકેટ સીધા લોકોના ઘરો પર આવીને પડ્યા હતા. આવું પહેલી વખત બન્યું છે જ્યારે ગાઝા પટ્ટી પર સ્થિત આતંકીઓએ ઇઝરાયલના મધ્યમાં સ્થિત કોઈ શહેરને નિશાન બનાવ્યું છે. નેતન્યાહુએ હુમલાનો બળપૂર્વક જવાબ આપવાની વાત કરી છે. 

એક સપ્તાહ પહેલા પણ ગાઝા ખાતેથી તેલ અવીવ પર 2 રોકેટ છોડવામાં આવ્યા હતા. ત્યારે ગાઝા મોટા ભાગે નિયંત્રણ કરતા હમાસ આતંકી જુથે ભૂલથી રોકેટ લોન્ચ થઈ ગયા હોવાની વાત કરી હતી. જો કે આ હુમલામાં કોઈ ઘાયલ થયુ ન હતું. ત્યારબાદ ઈઝરાયલ દ્વારા ગાઝા પર એક ડઝનથી વધારે રોકેટનો વરસાદ કરવામા આવ્યો હતો. જેમા ચાર લોકો ઘાયલ થયા હતા. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close