ચૂંટણી રેલીમાં સંબિત પાત્રા ભગવાનની મૂર્તિ લઈ પહોંચ્યા

Date:2019-03-27 11:08:07

Published By:Jay

ઓડિશા-ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા સંબિત પાત્રા સામે ઓડિશા પ્રદેશ કોંગ્રેસ કમિટીએ ચૂંટણી કમિશનને ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસે સંબિત પાત્રા સામે ઓડિશાના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ કરી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે સંબિત પાત્રાએ આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યુ છે. સંબિત પાત્રા એક ચૂંટણી રેલી દરમિયાન ભગવાન જગન્નાથની મૂર્તિ લઈને મંચ પર દેખાયા હતા ત્યારબાદ કોંગ્રેસે તેમની સામે આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. 

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી માટે સંબિત પાત્રા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેમને પૂરી સીટ પરથી પાર્ટીએ ટિકિટ આપી છે. પહેલા કયાસ લગાવવામાં આવી રહ્યા હતા કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે પુરી લોકસભા સીટ પરથી ચૂંટણી લડી શકે છે પરંતુ બાદમાં સંબિત પાત્રાને અહીંથી પાર્ટીએ ટિકિટ આપી છે. ગઈ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઓડિશામાં માત્ર એક સીટ મળી હતી. એવામાં પાર્ટી ઓડિશામાં સતત પોતાની સીટો વધારવા માટે મહેનત કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ઓડિશામાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભા ચૂંટણી પણ થવાની છે એવામાં ભાજપ અને બીજુ જનતા દળ એખબીજા સામે સતત નિવેદનબાજી કરી રહ્યા છે. હાલમાં જ રાજ્યના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યુ હતુ કે આ વખતે કોઈ પણ રાષ્ટ્રીય દળને પૂર્ણ બહુમત નહિ મળે. બીજેડી પાસે આ સારો મોકો છે. અમે કેન્દ્રમાં સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા નિભાવીશુ. પટનાયકના આ નિવેદન પર પલટવાર કરતકા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ હતુ કે પટનાયક મજબૂત નહિ પરંતુ મજબૂર સરકાર ઈચ્છે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો 23 મેના રોજ ઘોષિત કરવામાં આવશે.


Cricket Score

WhatsApp Registraltion

Close