PM મોદી નો વિપક્ષ પર આરોપ ,પુલવા હુમલા ના ગણાવ્યા જવાબદાર

Date:2019-03-29 10:48:45

Published By:Jay

નવીદિલ્હી, PM નરેન્દ્ર મોદી એ ફરી એકવખત પાકિસ્તાનને આતંકીઓની વિરૂદ્ધ કાર્યવાહી કરવાની નસીહત આપી દીધી છે. એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું કે હિન્દુસ્તાનની માંગણી છે કે પાકિસ્તાન આતંક છોડે, ઇન્ટરપોલ રેડ કોર્નર નોટિસ મેળવનાર આતંકીઓને પાકિસ્તાન આપણને સોંપે. તેની સાથે જ 26/11ના ગુનેગારોને પાકિસ્તાન આપણને સોંપે.

પીએમ મોદીએ કહ્યું કે જે પોતાના પીએમ પર શંકા કરે છે તેમણે ઓળખવું પડશે કે જે પાકિસ્તાનના પીએમના વખાણ કરે છે તેમને ઓળખવા પડશે. જ્યારે અભિનંદનની ઘટના ઘટી તો દેશના તમામ પક્ષોનું કહેવું હતું કે આપણને સેના પર ગર્વ છે કે તેમણે F16 તોડી પાડ્યું. તેની જગ્યાએ આ અભિનંદન કયારે પાછા આવશે તેના પર ચાલી પડ્યા. એ દિવસે રાત્રે જ વિપક્ષે કેન્ડલ લાઇટ માર્ચ નીકાળવાની અને પુલવામા હુમલાને મુદ્દો બનાવાનું ષડયંત્ર તૈયાર કર્યું હતું. એ તો સાંજે 4-5 વાગ્યા સુધીમાં પાકિસ્તાનના વડાપ્રધાને અભિનંદનને છોડવાની જાહેરાત કરી દીધી હતી. જેથી કરીને તેમની યોજના ધરી ની ધરી જ રહી ગઇ.

પીએમ મોદીએ કહ્યું કે પહેલાં લોકો મોદીને ઓળખતા નહોતા, હવે દેશ મોદીને જાણે છે. રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા પર દેશ મારું વલણ જાણે છે. આ દેશનો કોઇ વ્યક્તિ નરેન્દ્ર મોદીની દેશભક્તિ પર શંકા કરી શકે નહીં. આ મારા શબ્દ નથી પરંતુ મારું જીવન બોલે છે.

પીએમ મોદીએ કહ્યું કે A-SAT પર કોંગ્રેસમાં પ્રાથમિક જ્ઞાનનો અભાવ છે. A-SAT ટેસ્ટ પહેલાં લાંબું ગ્લોબલ પ્લાનિંગ કરાયું હતું. ચૂંટણી દરમ્યાન શું સરકાર ગંભીર મુદ્દા પર પણ બોલી શકતી નથી? વિપક્ષનુ અજ્ઞાન મોટું છે. 30 વર્ષની અસ્થિરતા બાદ દેશ સ્થિરતા માંગે છે.

Cricket Score

WhatsApp Registraltion

Close