સંજુ સેમસને IPL 2019ની પહેલી સદી ફટકારી

Date:2019-03-30 11:56:53

Published By:Jay

હૈદરાબાદ - રાજસ્થાનના યુવા બેટ્સમેન સંજુ સેમસને હૈદરાબાદ સામે આક્રમક ઈનિંગ્સ રમતાં 4 સિક્સ અને 10 ફોર ફટકારી.આઈુપીએલ કારકિર્દીમાં સંજુ સેમસનની બીજી સદી છે. પહેલાં તેણે 2017માં પોતાની પહેલી આઈપીએલ સદી ફટકારી હતી.સંજુ સેમસને તોફાની ઈનિંગ્સ રમતાં આઈપીએલની 12મી સિઝનમાં સદી ફટકારનાર પહેલો બેટ્સમેન બની ગયો છે.સંજુ સેમસને આક્રમક ઈનિંગ્સ રમતાં 55 બોલમાં 102 રનની ઈનિંગ્સ રમી.

 

સંજુ સેમસનની આઈપીએલ કારકિર્દી પર નજર કરીએ તો કુલ 83 મેચમાં 28.15ની એવરેજથી 1999 રન બનાવ્યાં છે.તેણે પોતાની કારકિર્દીમાં 2 સદી અને 10 અર્ધસદી ફટકારી છે.આઈપીએલમાં તેણે કુલ 81 સિક્સ અને 152 ફોર ફટકારી છે.

Cricket Score

WhatsApp Registraltion

Close