સૌથી વધુ ચૂંટણી હારવાનો રેકોર્ડ બનાવવા નીકળ્યો 1 વ્યક્તિ,200મી વાર નામાંકન ભર્યુ

Date:2019-03-30 12:53:26

Published By:Jay

ધર્મપુરી - દુનિયામાં લોકોના અનેક પ્રકારના લક્ષ્ય હોય છે. કોઈ કંઈક બનવા માગે છે તો કોઈક કંઈક મેળવવા માગે છે.જ્યારે વાત આવે છે ચૂંટણીની તો હંમેશા જીતની વાત આવે.પરંતુ તમિલનાડુના સલેમમાં રહેતા પદ્મરાજનનો ઈરાદો કંઈક અલગ છે.ઈલેક્શન કિંગ નામથી જાણીતા પદ્મરાજન પોતાનું નામ ગિનીસ બુકમાં નોંંધાવવા માગે છે.અને તે સૌથી વધારે વાર ચૂંટણી હારનારા ઉમેદવાર તરીકે. તે અત્યાર સુધી 199 વાર ચૂંટણી લડીને હારી ચૂક્યા છે.

 

દરેક ચૂંટણીમાં તે સૌથી પહેલા ઉમેદવારી ફોર્મ ભરે છે.આગામી ચૂંટણીમાં પણ ધર્મપુરી સીટથી પોતાનું 200મી વાર ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. તે મંગળવારે પોતાના પુત્ર શ્રીજેશ પદ્મરાજનની સાથે લગભગ 9 કલાકે સવારે કલેક્ટરની ઓફિસ પહોંંચ્યા અને સૌથી પહેલાં ઉમેદવારી નોંધાવી. પછી તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી એસ.મલારવિઝીને પોતાનું ફોર્મ સોંપ્યું.

 

કોણ પણ લડી શકે છે ચૂંટણી - મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે તે 200મી વાર નોમિનેશન ભરી રહ્યા છે. તેમણે કહ્યુ કે તે સંદેશ આપવા ઈચ્છે છેકે કોઈપણ ચૂંટણીમાં લડી શકે છે.જોકે પદ્મરાજનના મિત્ર તેમને કહેતા હતા કે માત્ર શક્તિશાળી લોકો ચૂંટણી લડી શકે છે. જેના પછી તેમણે સાબિત કરવાનો નિર્ણય કર્યો છેકે ચૂંટણી કોઈપણ લડી શકે છે. પદ્મરાજન પ્રોફેશનલી હોમિયોપેથિક ડૉક્ટર હતા અને પછી તે બિઝનેસ કરવા લાગ્યાં.

 

કલામથી લઈને વાજપેયી બધાની સામે લડ્યા - તે 1988થી નોમિનેશન ફોર્મ ભરી રહ્યા છે.તે તમિલનાડુ,આંધ્રપ્રદેશ,કેરલ અને કર્ણાટકથી લઈને દિલ્હી સુધી ચૂંટણીના મેદાનમાં ઉતરી ચૂક્યા છે.તે 4 પ્રધાનમંત્રીઓ,11 મુખ્યમંત્રીઓ,13 કેન્દ્રીય મંત્રીઓ અને 15 રાજ્યમંત્રીઓ સામે અસફળતાપૂર્વક ચૂંટણી લડી ચૂક્યાં છે.તે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જી,એપીજે અબ્દુલ કલામ,પ્રતિભા પાટીલ,પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ,અટલ બિહારી વાજપેયી,તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ.કરુણાનિધિ,કેરળના પૂર્વ મુખ્યમંત્રી કે.કરુણાકરન અને પૂર્વ કેન્દ્રીય મંત્રી .કે.એન્ટોની સામે લડી ચૂક્યાં છે.

ગિનીસ બુક રેકોર્ડ પર નજર - પદ્મરાજન નોમિનેશન પછી પ્રચાર માટે કોઈપણ ખર્ચ કરતા નથી.પરંતુ નોમિનેશન દાખલ કરવામાં તે લાખો રૂપિયાનું નુકસાન ઉઠાવી ચૂક્યાં છે.તેમનું નામ પહેલાં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધાયેલું છે અને હવે તેમની નજર ગિનીસ બુક રેકોર્ડ પર છે.તે જણાવે છેકે તેમનું કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી.પરંતુ તે દેશના લગભગ મોટા નેતા સામે ચૂંટણી લડી ચૂક્યાં છે. તે આશા વ્યક્ત કરે છેકે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમના રેકોર્ડને જુએ.

Cricket Score

WhatsApp Registraltion

Close