મોદી લહેરમાં ૭૫૦૨ ઉમેદવારોની ડિપોઝીટ થઈ હતી ડૂલ

Date:2019-03-30 13:15:38

Published By:Jay

નવી દિલ્હીવર્ષ ૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં મોદી લહેરમાં ૮૭૪૮માંંથી ૭૫૦૨ એટલે કે ૮૫ ટકા ઉમેદવાર પોતાની સીટ પર ૧૬. ટકા મત હાંસલ કરવામાં સફળ રહ્યાં.અને તેમની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ.મોદી લહેર પછી પણ ૬૨ લોકસભા બેઠક પર ભાજપના હરિફોની ડિપોઝીટ ડૂલ થઈ ગઈ હતી.જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ૧૭૯ બેઠકો પર પોતાની ડિપોઝીટ બચાવી શક્યા હતા.મોદી લહેરમાં કોંગ્રેસના જે મોટા નેતાઓની ડિપોઝીટ ડૂલ થઈ જેમાં કાર્તિ ચિદમ્બરમ,મણિશંકર ઐયર,રાજ બબ્બર,નગમા,મોહમ્મદ કૈફ, સલમાન ખુર્શીદ,જિતિન પ્રસાદ અને બેની પ્રસાદ વર્માનો સમાવેશ થાય છે.

ખાલિસ્તાન આતંકવાદ સામે વિશેષ અભિયાન છેડનારા તત્કાલીન પ્રધાનમંત્રી Âન્દરા ગાંધીની હત્યાથી મળેલી સહાનુભૂતિથી ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ રેકોર્ડબ્રેક ૪૦૪ બેઠકો મેળવવામાં સફળ રહી. ચૂંટણીની વિશેષતા હતી કે રાજીવ ગાંધીએ પોતાના નાના ભાઈની પત્ની મેનકા ગાંધીને,માધવરાવ સિંધિયાએ અટલ બિહારી વાજપેયીને,અમિતાભ બચ્ચને હેમવતી નંદન બહુગુણાને,મમતા બેનર્જીએ સોમનાથ ચેટર્જીને,સી.જે.રેડીએ પી.વી.નરસિંહારાવને,રામ રતન રામે રામવિલાસ પાસવાનને,જગન્નાથ ચૌધરીએ ચંદ્રશેખર અને સુનિલ દત્તે રામજેઠમલાણીને પરાજિત કર્યા હતા.

 

 

Cricket Score

WhatsApp Registraltion

Close