IPL: લોકેશ રાહુલ ઝળક્યો, પંજાબનો 6 વિકેટે વિજય

Date:2019-04-09 10:39:29

Published By:Jay

નવી દિલ્હી-લોકેશ રાહુલ (71*) અને મયંક અગ્રવાલની અડધી સદી (55)ની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-12માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 150 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19.5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રાહુલે 53 બોલમાં 71 અને અગ્રવાલે 43 બોલમાં 55 રન બનાવ્યા હતા. બંનેએ 114 રનની ભાગીદારી કરી જીત અપાવી હતી. ગેઈલ 16 રને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો.

ડેવિડ વોર્નરના 70 રનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે 4 વિકેટે 150 રન બનાવ્યા છે. પંજાબને જીતવા માટે 151 રનનો પડકાર મળ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન આર.અશ્વિને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.નિયમિત કેપ્ટન વિલિયમ્સનના સ્થાને ભુવનેશ્વર કુમારના નેતૃત્વમાં હૈદરાબાદની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પંજાબે પણ અશ્વિનની કેપ્ટનશિપમાં દમ બતાવ્યો છે. બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધી પાંચ-પાંચ રમ્યા છે. જેમાં ત્રણ-ત્રણ મેચમાં જીત મળી છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close