ઓસ્ટ્રેલિયામાં વિશ્વની પ્રથમ કોમર્શિયલ ડ્રોન ડિલિવરી સર્વિસ શરૂ

Date:2019-04-11 16:08:04

Published By:Jay

કેનબેરાઃ ડ્રોનથી સામાનની ડિલિવરી કરવાની કોશિશમાં ઘણી કંપનીઓ લાગેલી છે. તેના હજારો ટ્રાયલ પણ થયા છે. પરંતુ વિશ્વમાં પ્રથમ કોમર્શિયલ ડ્રોન ડિલિવરી સર્વિસ શરૂ કરવાનો શ્રેય ગૂગલને મળ્યો છે. અમેરિકાની કંપનીને ઓસ્ટ્રેલિયાની રાજધાનીમાં આ સર્વિસની પરવાનગી મળી ગઈ છે. ગૂગલ વિંગ કેનબરામાં લગભગ 100 ઘરોને ડ્રોનથી ખાવાનું, કોફી અને દવાઓની ડિલિવરી કરશે. ગૂગલ 2014થી જ તેનું ટેસ્ટિંગ કરી રહી હતી. દોઢ વર્ષથી તેની ટ્રાયલ પણ ચાલી રહી હતી. ટ્રાયલ દરમિયાન કંપનીએ 3,000 પાર્સલની ડિલિવરી કરી.

શરૂઆતમાં લોકોએ ડ્રોનથી ખૂબ જ વધુ અવાજ આવવાની ફરિયાદ કરી હતી. તેની સામે સોશિયલ મિડિયા પર ચળવળ ચલાવવામાં આવી. બાદમાં ગૂગલે તેમાં ઘણાં સુધારા કર્યા. પછીથી તેને કોમર્શિયલ સર્વિસની અનુમતિ આપવામાં આવી.

ગૂગલે આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે લોકોના ફીડબેકથી સિસ્ટમમાં સુધારો લાવવામાં ખૂૂબ જ મદદ મળી. આશા છે કે અમે તેને સમયની સાથે વધુ સારી બનાવીશું અને આ સર્વિસ મોટા પાયે અન્ય શહેરોમાં પણ શરૂ થશે.

ગૂગલનું માનવું છે કે માત્ર કેનબેરામાં જ નહિ, ડ્રોન ડિલિવરી સર્વિસ 4 કરોડ ઓસ્ટ્રેલિયન ડોલરનો બિઝનેસ કંપનીને આપશે. એક અનુમાન મુજબ વર્ષ 2030 સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 25 ટકા ડિલિવરી ડ્રોનથી થશે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close