વિકિલીક્સના ફાઉન્ડર જૂલિયન અસાન્જેની ધરપકડ

Date:2019-04-11 16:46:24

Published By:Jay

લંડનઃ વિકિલીક્સના સંસ્થાપક જૂલિયન અસાન્જેની આજે ગુરૂવારે બ્રિટિશ પોલીસે ધરપકડ કરી છે. અસાન્જેને છેલ્લાં સાત વર્ષોથી બ્રિટનમાં આવેલી ઇક્વાડોર એમ્બેસીમાં શરણ મળી હતી. ગુરૂવારે તેઓને ઇક્વાડોર એમ્બેસીમાંથી બહાર કાઢવામાં આવ્યા, ત્યારબાદ પોલીસે તેઓની ધરપકડ કરી લીધી. 

અસાન્જે દ્વારા જાહેર કરવામાં આવેલા અનેક ગુપ્ત દસ્તાવેજોના કારણે અમેરિકાને વૈશ્વિક સ્તરે ટીકા સહન કરવી પડી હતી. બાદમાં અમેરિકામાં અસાન્જે વિરૂદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. હવે ધરપકડ બાદ તેઓને યુએસ પ્રત્યર્પિત કરવામાં આવે તેવી શક્યતાઓ છે. 

મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું કે, અસાન્જેને વર્ષ 2012માં વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ઇશ્યુ કરેલા વોરન્ટના આધારે કોર્ટમાં આત્મસમર્પણ કરવામાં નિષ્ફળ રહેવા બદલ અધિકારીઓએ એમ્બેસીમાંથી જ ધરપકડ કરી. 

અમેરિકાના લિગલ ડિપાર્ટમેન્ટે 47 વર્ષીય અસાન્જે વિરૂદ્ધ ગુનાહિત દસ્તાવેજોને પ્રકાશિત કરવા સંબંધિત આરોપો ઘડ્યા છે. જ્યારે બચાવ પક્ષે દલીલ કરી હતી કે, આ ગુપ્ત દસ્તાવેજો ભૂલથી નવેમ્બરમાં સાર્વજનિક થયા હતા. 

અસાન્જે સામે વર્ષ 2016ની અમેરિકન પ્રેસિડન્ટ ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન અને ડેમોક્રેટિક પાર્ટીના કોમ્પ્યૂટર્સમાંથી ચોરી કરવામાં આવેલી સામગ્રીને સાર્વજનિક કરી રશિયન હસ્તક્ષેપનું સમર્થન કરવાનો પણ આરોપ છે. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close