ઇઝરાયલના યાનની ચંદ્ર લેન્ડિંગ કરતી વખતે બ્રેકિંગ સિસ્ટમ ફેલ થતાં ક્રેશ

Date:2019-04-12 15:16:13

Published By:Jay

તેલ અવીવઃ ઇઝરાયલની પ્રાઇવેટ કંપનીનો પ્રથમ ચંદ્ર અભિયાન નિષ્ફળ રહ્યું. તેનું યાન બેરેશીટ ગુરૂવારે ચંદ્રની સપાટી પર ઉતરવાની કોશિશમાં ક્રેશ થઇ ગયું. આ વિશ્વનો પ્રથમ પ્રાઇવેટ ચંદ્ર અભિયાન હતું. તેને ઇઝરાયલની પ્રાઇવેટ કંપની SpaceILએ અમેરિકન બિઝનેસમેન એલન મસ્કની કંપની સ્પેસ એક્સના ફાલ્કન-9 રોકેટથી 21 ફેબ્રુઆરીના રોજ રવાના થયું હતું. યાને 4 એપ્રિલના રોજ ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો. આ અભિયાનમાં જો સફળતા મળી હોત તો ઇઝરાયલ સોવિયેત સંઘ (રશિયા), અમેરિકા અને ચીન બાદ ચંદ્ર પર યાન ઉતારનાર ચોથો દેશ બની ગયો હોત. ભારત પણ ચંદ્ર પર યાન (ચંદ્રયાન-1) મોકલી ચૂક્યું છે, પરંતુ તેને સપાટી પર નથઈ ઉતાર્યું. ચંદ્રયાનને પરિક્રમા કરતા પ્રયોગ માટે મોકલવામાં આવ્યું હતું. 

યાનના એન્જિનમાં ટેક્નિકલ સમસ્યા આવ્યા બાદ તેની બ્રેકિંગ સિસ્ટમ નિષ્ફળ થઇ હતી. યાન ચંદ્રની સપાટીથી અંદાજિત 10 કિમી દૂર હતું ત્યારે પૃથ્વી સાથે સંપર્ક તૂટ્યો અને રોવર ચંદ્રની સપાટી પર જ દુર્ઘટનાગ્રસ્ત થઇ ગયું. આ મિશનના પ્રમુખે કહ્યું કે, દુર્ભાગ્યવશ અમે ચંદ્ર પર ઉતરનારા ચોથો દેશ નહીં હોઇએ. અમે ચંદ્રની ઘણી જ નજીક હતા. અમે ફરીથી તપાસ કરીશું કે આખરે કંઇ બાબત ખોટી પડી. બેરેશીટ યાનને SpaceIL અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીએ તૈયાર કર્યુ છે. બેરેશીટને હિબ્રૂમાં યા જેનેસિસ કહેવામાં આવે છે, જેનો અર્થ ઉત્પત્તિ અથવા પ્રારંભ થાય છે. 

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ આ મિશન પર કંટ્રોલ રૂમથી નજર રાખી રહ્યા હતા. તેઓએ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપતા કહ્યું, ઇઝરાયલ ચંદ્ર પર ઉતરશે. પહેલીવારમાં તમે નિષ્ફળ રહ્યા, ફરી પ્રયત્નો કરો. તેઓએ આગામી બે વર્ષમાં ચંદ્ર પર યાન ઉતારવાની પ્રતિજ્ઞા લીધી. 

સ્પેસિલની સ્થાપના 2011માં થઇ હતી, તે સમયે તેણે ચંદ્ર પર અંતરિક્ષ યાનને ઉતારવા માટે ગૂગલ લુનાર એક્સ પ્રાઇઝ (જીએલએક્સપી) કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો. બેરેશીટ પહેલાં ઇઝરાયલ અંતરિક્ષ યાન હતું, જેને કંપનીએ પૃથ્વીની કક્ષાની ઉપર યાત્રા કરવા માટે વિકસિત કર્યુ હતું. 

 

Cricket Score

WhatsApp Registraltion

Close