ફોક્સવેગન તેની કોમ્પેક્ટ SUV ટી-રૉકને ભારતમાં લોન્ચ કરશે

Date:2019-04-12 17:53:17

Published By:Jay

નવી દિલ્હી-કાર ઉત્પાદક કંપની ફોક્સ વેગને તેની કોમ્પેક્ટ એસયુવી ટી-રોકના લોન્ચિંગની તૈયારી કરી દીધી છે. આ કાર ભારતમાં થોડા સમયમાં જ જોવા મળશે. આ કારની ટક્કર યુરોપની મીની કન્ટ્રીમેન અને હોન્ડા એચઆર-વી જેવી કાર સાથે થવાની છે. આ કાર ભારતમાં વર્ષના અંત સુધીમાં આવી જશે. માહિતગાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કંપની ભારત સરકારનાં સેફ્ટિ ફીચર્સને ફોલો કરવાની સાથે આ કારનાં માત્ર 2500 યુનિટ જ મંગાવશે. આ કારનું ભારતીય માર્કેટમાં ઘણું મહત્વ રહેશે.

ફોક્સવેગન ઈન્ડિયાની નવી ટી-રૉકની કિંમત રૂપિયા 17થી 20 લાખની વચ્ચે હશે. ભારતમાં લોન્ચ થનારી આ કોમ્પેક્ટ એસયુવી ફૂલ્લી લોડેડ હશે. આ કારનું સ્થાન ક્રેટા કરતાં આગળ હશે. ત્યારબાદ આ સેગમેન્ટમાં ટાટા હેરિયર અને જીપ કમ્પાસ પણ સ્પર્ધામાં રહેશે. આકારની બાબતમાં આ કાર થોડી નાની હશે. પણ તેના દમદાર એન્જિન સાથે બેસ્ટ ગિયરબોક્સ અને જાણીતા ઈક્વિપમેન્ટ તેની ખોટ પુરી કરશે.

કારનું કેબિન આકર્ષક હશે. જેનો લેઆઉટ અને સ્પેસિફિકેશન ખૂબ સારા હશે. યૂરોપમાં વેચાતી કાર ટી-રૉક પેટ્રોલ વેરિઅન્ટમાં 2 સિલિન્ડર વાળું 1.0 લીટર TSI, 1.5-લીટર TSI અને ટોપ મોડલમાં 2.0-લીટર TSI એન્જિન આવે છે. તો યૂરોપમાં કારનાં ડીઝલ વેરિઅન્ટને 1.6- લીટર અને 2.0-લીટર TDIમાં ઢળવામાં આવ્યું છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close