facebookએ જાહેર કર્યું વર્લ્ડ લિડર્સનું લિસ્ટ,મોદી ટોપ પર

Date:2019-04-13 11:15:25

Published By:Jay

દુનિયામાં ફેસબુક પેજને પ્રમોટ કરવા માટે નેતાથી લઈ અભિનેતા સુધી ભલે પૈસા ખર્ચ કરતા હોય પરંતુ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કઈં પણ આવુ કર્યા વગર સોશિયલ મીડિયાના કિંગ તરીકે ઉભર્યા છે. 2019 વર્લ્ડ લિડર્સ ઓન ફેસબુકના રિપોર્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુનિયાના તમામ મોટા નેતાઓને પાછળ છોડી પહેલુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ રિપોર્ટ વાર્ષીક ડિપ્લોમેસી તૈયાર કરતી  સ્ટડીનો એક ભાગ છે. આ રિપોર્ટને જાણીતી સંચાર એજન્સી બીસીડબલ્યૂએ તૈયાર કર્યો છે. આ લિસ્ટમાં બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ છે તો બ્રાઝિલના નવા રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો ફેસબુક પર સૌથી ઈંગેજ્ડ વૈશ્વિક નેતા છે.

દુનિયાભરના તાકાતવર નેતાઓ સોશિયલ મીડિયા પર પકડ જાણવા માટે ફેસબુકના ક્રાઉડટેંગલ ટૂલની મદદથી 962 ફેસબુક પેજોની એક્ટિવીટીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ અનુસાર, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રાઈવેટ ફેસબુક પેજ પર 4.33 કરોડ લાઈક્સ છે, જ્યારે તેમના અધિકારીક પેજને 1.37 કરોડ લાઈક્સ મળ્યા છે. જ્યારે બીજા નંબર પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રાઈવેટ પેજ પર 2.30 કરોડ લાઈક્સ મળ્યા છે. પોતાના વિવાદાસ્પદ નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહેતા અમેરિકાના રાષ્ટ્રપતિને લોકો ફેસબુક પર ઘણા પ્રશ્નો કરે છે. તેમના પેજ પર 8.40 કરોડ લોકો અત્યાર સુધીમાં ટ્રમ્પ સાથે વાતચીત કરી ચુક્યા છે.

આ લિસ્ટમાં જોર્ડનના સુલતાન અબ્દુલ્લાહની પત્નીને ત્રીજુ સ્થાન મળ્યું છે. જોર્ડનની પત્ની રનિયા જોર્ડનના ફેસબુક પર 1.69 કરોડ લાઈક્સ મળ્યા છે. રનિયા જોર્ડન સામાજિક સરોકારોમાં હંમેશા ભાગ લે છે. આ સાથે રનિયા ફેસબુક સાથે ટ્વીટર, ઈન્સ્ટાગ્રામ અને યૂ-ટ્યુબ પર પણ ઘણી એક્ટીવ રહે છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close