ટીસીએસનો વાર્ષિક નફો 22 ટકા વધ્યો

Date:2019-04-13 13:46:59

Published By:Jay

નવી દિલ્હી-દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસ કંપની તાતા કન્સલટન્સી સર્વિસિસ (ટીસીએસ)એ માર્ચ-19ના અંતે પુરા થયેલા ચોથા ત્રિમાસિક માટે ચોખ્ખો નફો 17.7 ટકા વૃદ્ધિ સાથે રૂ. 8126 કરોડ (રૂ. 6904 કરોડ) નોંધાવ્યો છે. 

કંપનીની આવકો 18.5 ટકા વધી રૂ. 38010 કરોડ (રૂ. 32075 કરોડ) થઇ છે. માર્ચ-19ના અંતે પુરા થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 21.9 ટકા વધી રૂ. 31472 કરોડ જ્યારે આવકો 19 ટકા વધી રૂ. 146463 કરોડ થઇ છે. કંપનીએ શેરદીઠ રૂ. 18નું અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. વર્ષ દરમિયાન જારી કરેલા રૂ. 12ના વચગાળાના ડિવિડન્ડ સાથે કુલ ડિવિડન્ડ રૂ. 30 થવા જાય છે. 

આઇટી મેજર ઇન્ફોસિસે માર્ચ-19ના અંતે પૂરા થયેલા ચોથા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 10.5 ટકા વૃદ્ધિ સાથે રૂ. 4078 કરોડ (રૂ. 3690 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની આવકો 19.1 ટકા વધી રૂ. 21539 કરોડ (રૂ. 18083 કરોડ) થઇ છે. જોકે, માર્ચ-19ના અંતે પુરા થયેલા વર્ષ માટે ચોખ્ખો નફો 3.9 ટકા ઘટી રૂ. 15410 કરોડ અને આવકો 17.2 ટકા વધી રૂ. 82675 કરોડ થઇ છે.વર્ષાન્ત માટે કંપનીએ શેરદીઠ રૂ. 10.50 અંતિમ ડિવિડન્ડ જાહેર કર્યું છે. વચગાળાના રૂ. 7 સહિત કુલ ડિવિડન્ડ રૂ. 17.50 થવા જાય છે. વર્ષ 2019-20 દરમિયાન કોન્સટન્ટ કરન્સી ટર્મ્સમાં આવકોમાં 7.5-9.5 ટકા વૃદ્ધિનો આશાવાદ વ્યક્ત કર્યો છે.

 

Cricket Score

WhatsApp Registraltion

Close