ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Date:2019-04-13 13:57:08

Published By:Jay

નવી દિલ્હી-જાપાનની રાજધાની ટોક્યોમાં રહેનાર એક વ્યક્તિએ તેની પ્રેમિકાને લગ્ન માટે પ્રપોઝ કરવા માટે અનોખી રીત અજમાવી છે. યાસુશી તકાશાહી ઉર્ફ યાસાને તેની પ્રેમિકાને મેરી મી કહેવા માટે 7 હજાર કિલોમીટરની યાત્રા કરી અને ગુગલ અર્થની મદદથી તેને પ્રપોઝ કર્યું. યાસાનની આ અનોખી રીતને ગિનીઝ બુકે સૌથી મોટી જીપીએસ ડ્રોઇંગ માનીને વર્લ્ડ રેકોર્ડમાં સામેલ કર્યું છે. આ વાતની જાણકારી ગુગલે પોતે ટ્વિટ કરીને આપી છે.

યાસાન 2008થી ગર્લફ્રેન્ડ નાત્સુકી સાથે લગ્ન કરવા માગતો હતો. તેની ઇચ્છા હતી કે આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવે. આ માટે તેણે લગભગ 10 વર્ષ સુધી રિસર્ચ કર્યું અને પછી ગુગલ અર્થ અને સ્ટ્રીટ વ્યૂ સાથે જીપીએસ આર્ટ બનાવ્યું.

નક્કી રૂટ પર કરી યાત્રા            

પ્લાનિંગને સફળ બનાવવા અને નક્શા પર 'મેરી મી' અને દિલ બનાવવા માટે યાસાને નક્કી રૂટ પર યાત્રા શરૂ કરી હતી. આ યાત્રા કરવા માટે તેણે નોકરી છોડી હતી. તેણે હોક્કાઇડો આઇલેન્ડથી યાત્રા શરૂ કરી કાગોશિમા તટે પૂરી કરી હતી. આ માટે તેને 6 મહિનાનો સમય લાગ્યો હતો. આ દરમિયાન તેણે કુલ 7000 કિલોમીટરની યાત્રા કરી.

યાત્રા દરમિયાન યાસાને જીપીએસ ડિવાઇસની મદદ લીધી હતી. એ બાદ રૂટને મેપિંગ ટૂલ ગુગલ અર્થ પર અપલોડ કર્યો હતો. જેમાં દિલની સાથે 'મેરી મી' લખેલું હતું. આને જાપાનના નક્શા પર જોઇ શકાય છે.

યાસાનની ગર્લફ્રેન્ડ નાત્સુકીએ આ અંગે કહ્યું કે, તે વિચારી પણ નહોતી શકતી કે કોઇ તેના માટે આવું કરશે. લાગે છે કે આ દુનિયાનો સૌથી મહાન પ્રેમ છે અને હું તેનો દિલથી સ્વીકાર કરું છું.

 

Cricket Score

WhatsApp Registraltion

Close